રાધનપુર: લોકડાઉનનો ચુસ્ત અમલ, ચોથા દિવસે પણ લોકો ઘરમાં જ રહ્યા

અટલ સમાચાર,રાધનપુર કોરોના વાયરસને લઇ દેશભરમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે લોકો ઘરમાં જ જોવા મળી રહ્યા છે. સાંતલપુર-સમી-વારાહી પંથકમાં લોકો લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે. પંથકના લોકો મક્કમતાથી કોરોના વાયરસ સામે લડવા તૈયાર હોવાનું ચિત્ર સામે આવ્યુ છે. આ સાથે સ્થાનિક પોલીસ, વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્રારા લોકોને ઘરની બહાર નહિ નિકળવા અપીલ કરવામાં
 
રાધનપુર: લોકડાઉનનો ચુસ્ત અમલ, ચોથા દિવસે પણ લોકો ઘરમાં જ રહ્યા

અટલ સમાચાર,રાધનપુર

કોરોના વાયરસને લઇ દેશભરમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે લોકો ઘરમાં જ જોવા મળી રહ્યા છે. સાંતલપુર-સમી-વારાહી પંથકમાં લોકો લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે. પંથકના લોકો મક્કમતાથી કોરોના વાયરસ સામે લડવા તૈયાર હોવાનું ચિત્ર સામે આવ્યુ છે. આ સાથે સ્થાનિક પોલીસ, વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્રારા લોકોને ઘરની બહાર નહિ નિકળવા અપીલ કરવામાં આવી રહી છે.

રાધનપુર: લોકડાઉનનો ચુસ્ત અમલ, ચોથા દિવસે પણ લોકો ઘરમાં જ રહ્યા

પાટણ જીલ્લાના રાધનપુર-સાંતલપુર-સમી અને વારાહી પંથકમાં લોકડાઉનની ચુસ્ત અમલવારી જોવા મળી રહી છે. પંથકના ગામડાઓ સુમસામી ભાસી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગામડા સહિત શહેરના લોકોને શાકભાજી-કરીયાણા ખરીદી કરી અને સોશિયલ ડીસ્ટન્સીંગ રાખી ઝડપી પરત ઘરે ફરવા સમજાવવામાં આવી રહ્યા છે. આ સાથેવહીવટી તંત્ર પણ ખડેપગે હોવાનું સામે આવ્યુ છે.

રાધનપુર: લોકડાઉનનો ચુસ્ત અમલ, ચોથા દિવસે પણ લોકો ઘરમાં જ રહ્યા

સુત્રોએ જણાવ્યુ હતુ કે, રાધનુપર પંથકમાં ચેકપોસ્ટો ઉપર નાકાબંધીને લઇ હાઇવે સુમસામ બન્યો છે. આ સાથે આરોગ્ય વિભાગના કર્મચારીઓ બહારથી આવેલા લોકોની તાત્કાલિક સારવાર કરી અન્ય લોકોને ઘરની બહાર નહિ આવવા સુચના આપી રહ્યા છે. નાયબ કલેક્ટર રાધનપુર અને સાંતલપુર-રાધનપુરના મામલતદાર સહિતની ટીમ સતત ખડેપગે હોવાનું સામે આવ્યુ છે.