રેડ@અમીરગઢ: તપાસ નહિ કરવા લાંચ માંગી, સેલ્સટેક્ષ અધિકાર રંગેહાથે ઝબ્બે

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) ઉત્તર ગુજરાતમાં લાંચિયા કર્મચારી અને અધિકારીઓ સામે સર્જીકલ સ્ટ્રાઇક યથાવત હોવાનું સામે આવ્યું છે. અમીરગઢ ચેકપોસ્ટ ખાતે ગાડીની તપાસ નહિ કરવા લાંચ માંગી હતી. એસીબીએ સેલ્સટેક્સ અધિકારીને 5000 લેતાં રંગેહાથ ઝડપી લેતાં વાણિજ્ય આલમમાં ખળભળાટ મચી ગયો છે.અમીરગઢ ખાતે જીએસટી દ્વારા ચેકપોસ્ટ ગોઠવવામાં આવેલી છે. જ્યાં એક વાહનની તપાસ નહિ
 
રેડ@અમીરગઢ: તપાસ નહિ કરવા લાંચ માંગી, સેલ્સટેક્ષ અધિકાર રંગેહાથે ઝબ્બે

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

ઉત્તર ગુજરાતમાં લાંચિયા કર્મચારી અને અધિકારીઓ સામે સર્જીકલ સ્ટ્રાઇક યથાવત હોવાનું સામે આવ્યું છે. અમીરગઢ ચેકપોસ્ટ ખાતે ગાડીની તપાસ નહિ કરવા લાંચ માંગી હતી. એસીબીએ સેલ્સટેક્સ અધિકારીને 5000 લેતાં રંગેહાથ ઝડપી લેતાં વાણિજ્ય આલમમાં ખળભળાટ મચી ગયો છે.રેડ@અમીરગઢ: તપાસ નહિ કરવા લાંચ માંગી, સેલ્સટેક્ષ અધિકાર રંગેહાથે ઝબ્બેઅમીરગઢ ખાતે જીએસટી દ્વારા ચેકપોસ્ટ ગોઠવવામાં આવેલી છે. જ્યાં એક વાહનની તપાસ નહિ કરવા મોબાઇલ સ્ક્વોર્ડના સેલ્સટેક્સ ઓફિસર કે.એન.રાલોલીયાએ તોડ કરવા કહ્યું હતું. જેનું એન્ટી કરપ્સન બ્યુરો દ્વારા સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે.

ચેકપોસ્ટ ઉપર કાયદેસરની કાર્યવાહી કર્યા વગર ટાઈલ્સ ભરેલી ગાડી પસાર કરાવવા માટે રૂ.5000ની લાંચ માંગી હતી. લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જેથી એસીબીએ લાંચનુ છટકું ગોઠવ્યું હતું. જેમાં આરોપી અધિકારીએ ફરીયાદી પાસે લાંચની માંગણી કરી રૂ.5000 સ્વીકારતાં ઝડપાઇ ગયો હતો.

બનાસકાંઠા એસીબીની ટીમે ઈકબાલગઢ નજીક પાલનપુર-આબુ હાઈવે પરની દર્શન હોટલ પાસેથી લાંચિયા અધિકારીને ઝડપી લીધો હતો.