રેઇડ@અરવલ્લી: ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતાં 2 બોગસ ડોક્ટર ઝબ્બે, 1.25 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા કોરોનાકાળમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોઇ અરવલ્લી જીલ્લામાં બે બોગસ ડોક્ટર ઝડપાયા છે. અરવલ્લી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્રારા અલગ-અલગ કાર્યવાહીમાં બે બોગસ ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યા છે. આ બંને ઇસમો કોઇપણ પ્રકારની ડીગ્રી વગર પોતાના મકાનમાં ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતાં હતા. જેથી તેમની પાસેથી દવા સહિત
 
રેઇડ@અરવલ્લી: ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતાં 2 બોગસ ડોક્ટર ઝબ્બે, 1.25 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

કોરોનાકાળમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોઇ અરવલ્લી જીલ્લામાં બે બોગસ ડોક્ટર ઝડપાયા છે. અરવલ્લી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્રારા અલગ-અલગ કાર્યવાહીમાં બે બોગસ ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યા છે. આ બંને ઇસમો કોઇપણ પ્રકારની ડીગ્રી વગર પોતાના મકાનમાં ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતાં હતા. જેથી તેમની પાસેથી દવા સહિત 1,25,703નો મુદ્દામાલ જપ્ત કરી તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી એસપી સંજય ખરાતે જીલ્લામાં બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને અરવલ્લી LCB PI સી.પી.વાઘેલાની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન મોડાસા તાલુકાના વિષ્ણુપુરા કંપા ગામે તપાસ કરતાં હિતેશ જયંતિભાઇ પટેલ ધો-12 પછી ડીપ્લોમા કર્યા બાદ છેલ્લા બે વર્ષથી કોઇપણ જાતની મેડીકલ ડીગ્રી વિના તબીબી પ્રેક્ટીસ કરતો હોવાનું ખુલ્યુ હતુ. જેથી ઇસમ સામે તેના ઘરેથી દવાઓ અને મેડીકલના સાધનો મળી કુલ કિ.રૂ.58,960નો મુદ્દામાલ જપ્ત કરી ઇસમ સામે મોડાસા રૂરલ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.

આ તરફ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના PI જે.પી.ભરવાડની ટીમ પણ મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે મેઘરજ તાલુકાના રામગઢી ગામે રેઇડ કરી બોગસ ડોક્ટર જયેશભાઇ દશરથભાઇ ગોરને ઝડપી પાડ્યો છે. આ ઇસમ કોઇપણ જાતની મેડીકલ ડીગ્રી વગર તબીબી પ્રેક્ટીસ કરતો હતો. આ સાથે તેની પાસેથી દવાઓ અને મેડીકલ સાધનો સાથે રોકડ રકમ મળી કુલ કિ.રૂ.66,743નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ તરફ ઇસમ સામે મેઘરજ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.