રેઈડ@ડીસા: કોરોના કાળમાં કુટણખાનું બેફામ, મહિલા સહિત 4 ઈસમ ઝડપાયાં

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર કોરોનાકાળ વચ્ચે ડીસા DySP સહિત દક્ષિણ પોલીસની ટીમે શહેરમાંથી કુટણખાનું ઝડપી પાડ્યુ છે. DySP ઓઝાને મળેલ ચોક્કસ બાતમી આધારે પોલીસની ટીમે ડમી ગ્રાહક મોકલી મોટી કાર્યવાહી કરી છે. શહેરના એક ફ્લેટમાં ચાલતાં કુટણખાનામાં પહોંચી પોલીસે મુખ્ય આરોપી પતિ-પત્નિ અને અન્ય 2 ગ્રાહકો સહિત કુલ 4 વ્યક્તિને ઝડપી પાડ્યા છે. મુખ્ય
 
રેઈડ@ડીસા: કોરોના કાળમાં કુટણખાનું બેફામ, મહિલા સહિત 4 ઈસમ ઝડપાયાં

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

કોરોનાકાળ વચ્ચે ડીસા DySP સહિત દક્ષિણ પોલીસની ટીમે શહેરમાંથી કુટણખાનું ઝડપી પાડ્યુ છે. DySP ઓઝાને મળેલ ચોક્કસ બાતમી આધારે પોલીસની ટીમે ડમી ગ્રાહક મોકલી મોટી કાર્યવાહી કરી છે. શહેરના એક ફ્લેટમાં ચાલતાં કુટણખાનામાં પહોંચી પોલીસે મુખ્ય આરોપી પતિ-પત્નિ અને અન્ય 2 ગ્રાહકો સહિત કુલ 4 વ્યક્તિને ઝડપી પાડ્યા છે. મુખ્ય આરોપી પતિ-પત્નિ ભાડાના ફ્લેટમાં કુટણખાનું ચલાવતાં હોવાની પ્રાથમિક વિગતો હાલ સામે આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રેન્જ આઇજી જે.આર.મોથાલિયા અને બનાસકાંઠા SP તરૂણ દુગ્ગલે જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સુચના આપેલ છે. આ તરફ ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડો.કુશલ આર.ઓઝાને ચોક્કસ બાતમી મળી હતી કે, ડીસા શહેરના લાટી બજાર રોડ પરના એક ફ્લેટમાં કુટણખાનુ ચાલી રહ્યુ છે. જેથી ડીસા દક્ષીણ PI વાય.એમ.મિશ્રા અને PSI ટી.એચ.પરમાર સહિતની ટીમને સાથે રાખી કાર્યવાહી કરી હતી. જેમાં ડમી ગ્રાહક મોકલ્યાં બાદ પંચ દ્રારા ઇશારો થતાં જ પોલીસે રેઇડ કરી હતી.

રેઈડ@ડીસા: કોરોના કાળમાં કુટણખાનું બેફામ, મહિલા સહિત 4 ઈસમ ઝડપાયાં

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પોલીસે કાર્યવાહી દરમ્યાન ફ્લેટમાંથી કુટણખાનું ચલાવનાર પતિ-પત્નિને ઝડપી પાડ્યા હતા. જેમાં શહેરના ઇન્દીરાનગરમાં રહેતાં બાબુભાઇ હેમાભાઇ પરમાર અને રાધાબેન બાબુભાઇ પરમાર પરમાર ફ્લેટ ભાડે રાખી કુટણખાનુ ચલાવતાં હોવાનું ખુલ્યુ હતુ. આ સાથે કિશનજી ચેનજીજી ઠાકોર અને પ્રવિણભાઇ રતાભાઇ પરમાર ગ્રાહક બનીને આવ્યા હોવાનું સામે આવ્યુ છે. આરોપી પતિ-પત્નિ એક ગ્રાહક દીઠ રૂ.500 લેતાં હોવાનું પણ તપાસમાં ખુલ્યુ છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ રૂ.3,000 અને મોબાઇલ ફોન નંગ-3, કિ.રૂ.6,000 મળી કુલ કિ.રૂ.9,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે ચારેય આરોપીઓ સામે અનૈતિક વ્યાપાર પ્રતિબંધ અધિનિયમની કલમ 3, 4, 5, 6, 7 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રેઈડ@ડીસા: કોરોના કાળમાં કુટણખાનું બેફામ, મહિલા સહિત 4 ઈસમ ઝડપાયાં
આરોપીઓના નામ