રેઇડ@કડી: ફેક્ટરીમાં પહોંચે તે પહેલાં કાચું તેલ ચોરી લેતાં, રંગેહાથ 3 આરોપી ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) કોરોનાકાળ વચ્ચે મહેસાણા LCBએ કડી તાલુકાના ગામે તેલના ટેન્કરોમાંથી કાચું તેલ નીકાળી વેચી મારતાં ઇસમોને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓ અને તેલના ટેન્કર ચાલકો એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતાં હોવાનું સામે આવ્યુ છે. આરોપીઓ કાચા તેલો (વોશ) ભરી ટેન્કર મોકલનાર કંપનીની જાણ બહાર તેલ નીકાળી તેનો સંગ્રહ
 
રેઇડ@કડી: ફેક્ટરીમાં પહોંચે તે પહેલાં કાચું તેલ ચોરી લેતાં, રંગેહાથ 3 આરોપી ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

કોરોનાકાળ વચ્ચે મહેસાણા LCBએ કડી તાલુકાના ગામે તેલના ટેન્કરોમાંથી કાચું તેલ નીકાળી વેચી મારતાં ઇસમોને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓ અને તેલના ટેન્કર ચાલકો એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતાં હોવાનું સામે આવ્યુ છે. આરોપીઓ કાચા તેલો (વોશ) ભરી ટેન્કર મોકલનાર કંપનીની જાણ બહાર તેલ નીકાળી તેનો સંગ્રહ કરી વેચતાં હતા. LCBએ સ્થળ પર રેઇડ કરી કુલ કિ.રૂ. 60.51 લાખનો મુદ્દામાલ સાથે કુલ ત્રણ ઇસમોને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. આ સાથે એક ઇસમ નાસી છુટ્યો તો અન્ય ત્રણ ઇસમો સ્થળ પર હાજર ન મળી આવતાં કુલ 7 આરોપીઓના નામજોગ કડી પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલે કાયદો અને વ્યવસ્થા જાળવવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI બી.એચ.રાઠોડના માર્ગદર્શન હેઠળ PSI એ.કે.વાઘેલા, ASI જયવિરસિંહ, નરેન્દ્રસિંહ, AHC હેમેન્દ્રસિંહ, હર્ષદસિંહ, PC સન્નિકુમાર સહિતનો સ્ટાફ કડી પંથકમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, ગીરીશકુમાર પરમાર, શક્તિ પટેલ અને ઇમામભભાઇ રાઉમા કડીવાળા માણસો રાખી પીરોજપુરા ગામ પાસેની જગ્યામાં કાચા તેલ ભરેલાં ટેન્કરોના ડ્રાઇવરો સાથે મળી ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરે છે.

રેઇડ@કડી: ફેક્ટરીમાં પહોંચે તે પહેલાં કાચું તેલ ચોરી લેતાં, રંગેહાથ 3 આરોપી ઝબ્બે

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ચોક્કસ બાતમી હોઇ LCBની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે રેઇડ કરી હતી. જ્યાં પીરોજપુર ગામના પાટીયા પાસેના મહાકાલી સર્વિસ સ્ટેશનની આગળ આવેલી ખુલ્લી જગ્યામાં બનાવેલા ઓરડીઓના ઓથા હેઠળ ઉભા હતા. જ્યાં કાચા તેલ ભરેલા ટેન્કરોના ડ્રાઇવરોના મેળાપીપણું કરી જુદા-જુદા પ્રકારના કાચા તેલોમાંથી થોડું-થોડું તેલ ગેરકાયદેસર રીતે કાઢી લઇ કાચા તેલો બેરલોમાં ભરી સંગ્રહ કરેલ હતો. પુછપરછમાં તેઓ આ કાચું તેલ જુદા-જુદા ગ્રાહકોને વેચી નાખતાં હોવાનું કબૂલ્યુ હતુ. LCBએ સ્થળ પરથી કાચુ કપાસિયા તેલ ભરેલ ટેન્કરો-2, મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ.60,51,890નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે તમામ ઇસમો સામે કડી પોલીસ મથકે આઇપીસી કલમ 407, 411, 120B, 114 મુજબ ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  1. ગીરીશકુમાર મફતલાલ પરમાર (સ્થળ પર હાજર નથી મળ્યાં)
  2. શક્તિ જગદિશભાઇ પટેલ (સ્થળ પર હાજર નથી મળ્યાં)
  3. ઇમામભાઇ હમીરભાઇ રાઉમા, ત્રણેય રહે.કડી, તા.જી.મહેસાણા (સ્થળ પર હાજર નથી મળ્યાં)
  4. હર્ષદજી સેધાજી વરવાજી ઠાકોર, ગામ-પીરોજપુર, તા.કડી, જી.મહેસાણા (ઝડપાયેલ છે)
  5. મનજીતસિંય ઉદેસિંગ નાગજી ઠાકોર, ગામ- પીરોજપુરા, તા.વડગામ, જી.બનાસકાંઠા (ઝડપાયેલ છે)
  6. શાન્તુભા કેશુજી નથાજી ઝાલા, ગામ-બાન્ટાઇ, તા.દેત્રોજ-રા, જી.અમદાવાદ (ઝડપાયેલ છે)
  7. શંકરલાલ રાવળ, ગામ-કોઇન્તીયા, તા.દેત્રોજ-રા, જી.અમદાવાદ (સ્થળ પરથી ફરાર)