રેઇડ@મુંબઇ: કોરોના વચ્ચે હાઇ-ફાઇ પાર્ટી કરી, ગુરૂ રંધાવા અને રૈના સહિત 34 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે મુંબઇમાં VVIP સેલિબ્રિટીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ક્લબ પાર્ટીમાં કોવિડ ગાઇડલાઇનનું પાલન ન થતાં ક્રિકેટર સુરેશ રૈના સહિતના બોલીવુડ કલાકારો સામે ફરિયાદ કરવામાં આવી છે. સુરેશ રૈના અને ગુરૂ રંધાવાની મોડી રાત્રે અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં જામીન પર છોડવામાં આવ્યા હતા. આ સાથે તમામ
 
રેઇડ@મુંબઇ: કોરોના વચ્ચે હાઇ-ફાઇ પાર્ટી કરી, ગુરૂ રંધાવા અને રૈના સહિત 34 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે મુંબઇમાં VVIP સેલિબ્રિટીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ક્લબ પાર્ટીમાં કોવિડ ગાઇડલાઇનનું પાલન ન થતાં ક્રિકેટર સુરેશ રૈના સહિતના બોલીવુડ કલાકારો સામે ફરિયાદ કરવામાં આવી છે. સુરેશ રૈના અને ગુરૂ રંધાવાની મોડી રાત્રે અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં જામીન પર છોડવામાં આવ્યા હતા. આ સાથે તમામ વિરૂદ્ધ મુંબઈમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મુંબઇ એરપોર્ટની પાસે હોટલ મેરિયટમાં ડ્રેગન લાઈફ ક્લબમાં ગઇકાલે કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર નાઈટ કર્ફ્યૂ બાદ પણ આ ક્લબમાં હાઈપ્રોફાઈલ પાર્ટી કરવામાં આવી રહી હતી અને તેમાં સુરેશ રૈનાની સાથે સાથે બોલિવૂડના ટોપ ચહેરા પણ સામેલ હતા. સિંગર બાદશાહ પણ આ પાર્ટીમાં હતા અને તે પાછલા દરવાજેથી ભાગી ગયા હતા. પોલીસે કુલ 34 લોકો સામે એક્શન લીધો છે અને તેમાં હોટલના સ્ટાફ સામે પણ ફરિયાદ કરવામાં આવી છે. આ પાર્ટીમાં 19 લોકો તો દિલ્હી અને પંજાબથી આવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સ્થાનિક મીડિયાના રીપોર્ટ અનુસાર પાર્ટીમાં ગુરૂ રંધાવા, બાદશાહ, સુઝેન ખાન સહીતના ઘણા બધા લોકો સામેલ હતા. મુંબઈ પોલીસે અહિયાં રેડ કરી તે બાદ ઘણા તો ત્યાંથી નાસી છૂટ્યા હતા. રૈનાને છોડીને ઘણા બધા સિતારાઓ ત્યાંથી નીકળી ગયા હતા ત્યારે મુંબઈ પોલીસે બધા પર ધારા 188 અને મહામારી એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે.