રેઈડ@સુરત: ડ્રગ્સનો વેપાર કરતાં બે આરોપી ઝબ્બે, 13.68 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક સુરતમાં ક્રાઈમ બ્રાન્ચે રેઈડ પાડી લાખ્ખોના માલ સાથે ડ્રગનો વેપાર કરતા બે આરોપીને ઝડપી પાડ્યા છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચે એ બાતમી આધારે આ રેઈડ કરી હતી. જેમાં બન્ને આરોપી પીતા-પુત્ર હોવાનુ સામે આવ્યુ હતુ. આરોપી પાસેથી મોબાઈલ,લેપટોપ, રોકડ સહીત 13.68 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને જેલના સળીયા પાછળ ધકેલાયા હતા.
 
રેઈડ@સુરત: ડ્રગ્સનો વેપાર કરતાં બે આરોપી ઝબ્બે, 13.68 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતમાં ક્રાઈમ બ્રાન્ચે રેઈડ પાડી લાખ્ખોના માલ સાથે ડ્રગનો વેપાર કરતા બે આરોપીને ઝડપી પાડ્યા છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચે એ બાતમી આધારે આ રેઈડ કરી હતી. જેમાં બન્ને આરોપી પીતા-પુત્ર હોવાનુ સામે આવ્યુ હતુ. આરોપી પાસેથી મોબાઈલ,લેપટોપ, રોકડ સહીત 13.68 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને જેલના સળીયા પાછળ ધકેલાયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરત શહેરના સોદાગરવાડમાં આવેલા એપાર્ટમેન્ટમાં ક્રાઈમ બ્રાન્ચે રેડ પાડી રૂપિયા 13.30 લાખની કિંમતના 133 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે ડોબીવાલા પિતા-પુત્રને ઝડપી પાડ્યા હતા. આરોપીનુ નામ અબ્દુલદાદર અબ્દુલગની ડોબીવાલા તથા તેનો પુત્ર ઉસ્માનગની ઉૅર્ફે સલમાન સામે આવ્યુ હતુ. જેમની પાસેથી 133 ગ્રામનો એમડી ડ્રગ્સ ઝડપાયો હતો. બન્ને આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ડ્રગ્સનો જથ્થો મુંબઈના મહેદી પાસેથી લાવ્યા હોવાની કબૂલાત કરવામાં આવી હતી.  જે આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી..

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળ્યુ હતુ કે, બન્ને આરોપી ડ્રગ્સનો જથ્થો છુટક વેચાણ કરવા માટે લાવ્યા હતા. જેથી ક્રાઈમ બ્રાન્ચે બાતમી આધારે રેઈડ કરી બન્ને આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી