વરસાદ@ગુજરાતઃ સાર્વત્રિક મેઘ મહેર, 168 તાલુકામાં ધોધમાર

અટલ સમાચાર, ડેસ્ક આગાહી મુજબના વરસાદમાં હજુ 2 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી લંબાવાઇ. રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં બારે મેઘ ખાંગા જેવો માહોલ સર્જાયો છે. છોટાઉદેપુર અને કવાંટમાં અનરાધાર વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં છોટાઉદેપુરમાં 13.5
 
વરસાદ@ગુજરાતઃ સાર્વત્રિક મેઘ મહેર, 168 તાલુકામાં ધોધમાર

અટલ સમાચાર, ડેસ્ક

આગાહી મુજબના વરસાદમાં હજુ 2 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી લંબાવાઇ. રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં બારે મેઘ ખાંગા જેવો માહોલ સર્જાયો છે. છોટાઉદેપુર અને કવાંટમાં અનરાધાર વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં છોટાઉદેપુરમાં 13.5 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.

કવાંટમાં 12 ઈંચ
પાવીજેતપુરમાં 7 ઈંચ
નસવાડીમાં 6 ઇંચ
બોડેલીમાં 3.5 ઈંચ
સંખેડામાં 2.5 ઈંચ

પાછલા 24 કલાકથી છોટાઉદેપુર જિલ્લામાં મેઘ કહેર યથાવત છે. બુધવાર રાતથી છોટાઉદેપુરના અનેક તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ગુરુવાર બાદ કવાંટમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગુરુવારે સાંજે 6 થી 10 કલાક દરમિયાન કવાંટમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો નસવાડીમાં 3.5 ઈંચ, છોટાઉદેપુરમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

કવાંટમાં વરસાદને પગલે હેરણ નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. હેરણ નદીમાં ફરી ઘોડાપુર આવતા કાંઠા વિસ્તારના લોકોમાં ભય ફેલાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, હેરણ નદીની આ સ્થિતિ ગઈકાલથી છે. જો વરસાદ સતત ચાલુ રહે તો અનેક ગામોમાં પાણી ફરી ઘૂસી શકે છે. છોટાઉદેપુર જિલ્લાની તમામ નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

24 કલાકમાં રાજ્યના 168 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરમાં 13 ઈંચ ખાબક્યો છે. તો કવાંટમાં 12 ઈંચ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી રાજ્યમાં મોસમનો કુલ વરસાદ 66.40% થયો છે. જેમાં દાહોદ, પંચમહાલ, તાપી, સુરત, નર્મદા, વડોદરામાં વરસાદ પડ્યો છે.

રાજ્યના 3 તાલુકાઓમાં 8 થી13 ઈંચ વરસાદ

13 તાલુકાઓમાં 4 થી 7 ઈંચ વરસાદ
13 તાલુકાઓમાં 2 થી 4 ઈંચ વરસાદ
50 તાલુકાઓ માં 1 થી 2 ઈંચ વરસાદ