વરસાદ@ખેડબ્રહ્મા: ખેડવા ડેમનો દરવાજો ખોલાયો, ભયજનક સુચના અપાઇ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ગુરૂવારથી શરૂ થયેલા વરસાદથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હતી. સાબરકાંઠા જીલ્લામાં પણ ભારે વરસાદ બાદ ડેમમાં પાણીની સારી આવક થઇ છે. જેને લઇ ખેડવા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો હતો. ખેડવા ડેમમાંથી 1200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતુ. જેને લઇ ખેડબ્રહ્મા તથા હરણાવ નદીની આસપાસમાં કિનારે આવેલા ગ્રામજનોને
 
વરસાદ@ખેડબ્રહ્મા: ખેડવા ડેમનો દરવાજો ખોલાયો, ભયજનક સુચના અપાઇ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ગુરૂવારથી શરૂ થયેલા વરસાદથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હતી. સાબરકાંઠા જીલ્લામાં પણ ભારે વરસાદ બાદ ડેમમાં પાણીની સારી આવક થઇ છે. જેને લઇ ખેડવા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો હતો. ખેડવા ડેમમાંથી 1200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતુ. જેને લઇ ખેડબ્રહ્મા તથા હરણાવ નદીની આસપાસમાં કિનારે આવેલા ગ્રામજનોને નદી કીનારે ન જવા સુચના આપવામાં આવી છે.

સાબરકાંઠા જીલ્લામાં ગુરૂવારે અને શુક્રવાર સવાર સુધી સાર્વત્રિક મેધમહેર જોવા મળી હતી. ભારે વરસાદને લઇ પથંકના ખેડવા ડેમમાં 1200 ક્યુસેક પાણી આવક સામે 1200 ક્યુસેક છોડવામાં આવ્યુ હતુ. તંત્ર દ્વારા ખેડબ્રહ્મા તથા હરણાવ નદીની આસપાસમાં કિનારે આવેલા ગામડાઓના લોકોને નદી કિનારા કે નદી નજીક નહીં જવા માટે સુચના આપી છે.

વરસાદ@ખેડબ્રહ્મા: ખેડવા ડેમનો દરવાજો ખોલાયો, ભયજનક સુચના અપાઇ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ખેડવા ડેમમાં 258.25 ભયજનક સપાટી છે પણ સરકારના નિયમ પ્રમાણે લેવલ 257.25 ભરાઈ જતાં એક ગેટ ખોલવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ ને લઇ શુક્રવારે સવારે પણ ધીમીધારે વરસાદ જામ્યો છે. સાબરકાંઠા જીલ્લામાં આવેલા વરસાદને લઇ ખેડુતોના ચહેરા ઉપર ચમક આવી છે.

વરસાદ@ખેડબ્રહ્મા: ખેડવા ડેમનો દરવાજો ખોલાયો, ભયજનક સુચના અપાઇ

સાબરકાંઠા જીલ્લામાં સીઝનનો અત્યાર સુધીના વરસાદના આંકડા (મી.મી)

  1. ઇડર-640 મીમી
  2. ખેડબ્રહ્મા-633 મીમી
  3. તલોદ-495 મીમી
  4. પ્રાંતિજ- 590 મીમી
  5. પોશીના- 659 મીમી
  6. વડાલી- 560 મીમી
  7. વિજયનગર- 568 મીમી
  8. હિંમતનગર- 782 મીમી