વરસાદ@મહેસાણા: ભરશિયાળે આવ્યું ચોમાસું, ધોધમાર વરસતા ખેતી સંકટમા

અટલ સમાચાર, મહેસાણા આગાહીના કલાકો પહેલાં જ ઉત્તર ગુજરાતમાં વરસાદ આવી ગયો છે. ભરશિયાળે ફરીએકવાર રાત્રે 7:30 વાગ્યે ધોધમાર વરસાદ પડતાં ખેતીમાં સંકટની સ્થિતિ બની છે. ચાણસ્મા હાઇવે પર મોટા ફોરાં રૂપે વરસાદ પડ્યો છે. જ્યારે છૂટાછવાયા છાંટા અનેક સ્થળોએ પડ્યા છે. ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવતાં શિયાળાને બદલે ચોમાસાની એન્ટ્રી થઈ છે. સમી સાંજે
 
વરસાદ@મહેસાણા: ભરશિયાળે આવ્યું ચોમાસું, ધોધમાર વરસતા ખેતી સંકટમા

અટલ સમાચાર, મહેસાણા

આગાહીના કલાકો પહેલાં જ ઉત્તર ગુજરાતમાં વરસાદ આવી ગયો છે. ભરશિયાળે ફરીએકવાર રાત્રે 7:30 વાગ્યે ધોધમાર વરસાદ પડતાં ખેતીમાં સંકટની સ્થિતિ બની છે. ચાણસ્મા હાઇવે પર મોટા ફોરાં રૂપે વરસાદ પડ્યો છે. જ્યારે છૂટાછવાયા છાંટા અનેક સ્થળોએ પડ્યા છે.

ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવતાં શિયાળાને બદલે ચોમાસાની એન્ટ્રી થઈ છે. સમી સાંજે મહેસાણા વરસાદી માહોલ બન્યો હોઇ ચાણસ્મા હાઇવે પર અચાનક ધોધમાર વરસાદ પડી ગયો હતો. ગણતરીના મિનિટોમાં કારતક માસમાં શ્રાવણ જેવું વાતાવરણ બન્યું છે. હજું પણ બે દિવસ વરસાદની આગાહી હોઈ ખેડૂતો ભયંકર મુંઝવણમાં મુકાયા છે. આવી સ્થિતિમાં ખેતીને સંકટ જોતાં કોલાહલ મચી ગયો છે.

સુત્રોએ જણાવ્યું હતું કે, દિવાળી દરમિયાન પણ ઉત્તર ગુજરાતમાં વરસાદ થતાં ખેડૂતો લીલા દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. આ પછી ફરીથી વરસાદની સંભાવના જોતાં ખેડૂતો અને પશુપાલકો ભારે સંઘર્ષ વચ્ચે ચિંતાગ્રસ્ત બન્યા છે.