આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, (ઉ.ગુ.ટીમ)

ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સતત મેઘરાજાની મહેર વરસી રહી છે. ચોમાસુ સિઝનનો ચોથો રાઉન્ડ છે, ત્યારે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. મંગળવાર રાત્રીથી વહેલી સવાર સુધીના ડીઝાસ્ટર કચેરી દ્વારા મળેલ આંકડા મુજબ મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી જાણવા મળ્યા છે. તે અનુંસાર સૌથી વધુ મહેસાણા 106,વિજાપુરમાં 115 મીમી નોંધાયો છે.

તસવીર: દશરથ ઠાકોર

મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં મંગળવાર થી બુધવાર સુધીનો વરસાદ વત્તા-ઓછા પ્રમાણમાં જોવા મળ્યો છે. આથી 15 દિવસ બાદ ફરી મેઘરાજાનું આગમન થતાં ખેતીને જીવત દાન મળ્યુ છે. તો બનાસકાંઠાના સુઇગામ તાલુકામાં 73મીમી વરસાદથી જુવારના પાક જમીનદોસ્ત થયો છે.

જ્યારે બનાસકાંઠાના વાવ તાલુકાના ગંભીરપુર ગામમાં વીજળી પડતા ઠાકોર સવાભાઇની ભેંસનું મોત થયું હતું.

મહેસાણા જીલ્લામાં ચોવીસ કલાકના વરસાદી આંકડા (મીમી)

 • કડી- 44
 • ઊંઝા- 51
 • ખેરાલુ- 15
 • જોટાણા-50
 • બેચરાજી-31
 • મહેસાણા-106
 • વડનગર-35
 • વિજાપુર-115
 • વિસનગર-14
 • સતલાસણા-30

બનાસકાંઠા જીલ્લામાં ચોવીસ કલાકના વરસાદી આંકડા (મીમી)

 • અમીરગઢ-30
 • ભાભર-12
 • દાંતા-23
 • દાંતીવાડા-7
 • ધાનેરા-0
 • દિયોદર-11
 • લાખણી-0
 • સુઈગામ-73
 • ડીસા-9
 • કાંકરેજ-24
 • પાલનપુર-17
 • થરાદ-0
 • વાવ-8
 • વડગામ-2

પાટણ જીલ્લામાં ચોવીસ કલાકના વરસાદી આંકડા (મીમી)

 • પાટણ-33
 • સિદ્ધપુર-22
 • સરસ્વતી-6
 • ચાણસ્મા-16
 • હારીજ-22
 • સમી-5
 • શંખેશ્વર-4
 • રાધનપુર-60
 • સાંતલપુર-32

અરવલ્લી જીલ્લામાં ચોવીસ કલાકના વરસાદી આંકડા (મીમી)

 • ધનસુરા- 58
 • બાયડ – 40
 • ભિલોડા -2
 • મેધરજ – 57
 • માલપુર – 47
 • મોડાસા – 35

સાબરકાંઠા જીલ્લામાં ચોવીસ કલાકના વરસાદી આંકડા (મીમી)

 • પોશીના – 16
 • ખેડબ્રહ્મા – 0
 • ઇડર – 19
 • વિજયનગર -50
 • હિંમતનગર – 66
 • વડાલી -8
 • તલોદ – 74
 • પ્રાંતિજ -59

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code