વરસાદ@ઉ.ગુજરાત: આગામી હવામાન અંગે બે તરફથી આગાહી સામે આવી

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે થોડા દિવસોના વિરામ બાદ ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે. જેને લઇ હવામાન વિભાગ અને જાણીતા હવામાન વિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ તરફથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, આગામી દિવસોમાં હજી વધારે વરસાદ પડશે તો ચોક્કસ
 
વરસાદ@ઉ.ગુજરાત: આગામી હવામાન અંગે બે તરફથી આગાહી સામે આવી

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે થોડા દિવસોના વિરામ બાદ ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે. જેને લઇ હવામાન વિભાગ અને જાણીતા હવામાન વિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ તરફથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, આગામી દિવસોમાં હજી વધારે વરસાદ પડશે તો ચોક્કસ ખૂડતોની મુશ્કેલીમાં વધારે થશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અંબાલાલ પટેલે શું કરી આગાહી ?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આઠમી સપ્ટેમ્બરથી 14મી સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. જે બાદમાં 18 સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર દરમિયાન વરસાદની આગાહી આપવામાં આવી છે. આ દરમિયાન 27 સપ્ટેબરથી પાંચમી ઓક્ટોબર દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડશે. અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે આ વર્ષે ચોમાસું જવામાં વિલંબ થશે. અધિકમાસમાં ગરમી પણ વધારે પડશે. ઓક્ટોબર માસમાં હવાનું હળવું દબાણ ઊભું થશે જેના પગલે વાવાઝોડા થવાની શક્યતા છે.

હવામાન વિભાગે શું કરી આગાહી ?

હવામાન વિભાગ તરફથી પાંચ દિવસની વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ સક્રિય થશે. આ દરમિયાન 11મી સપ્ટેમ્બર અને 12મી સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. 12 તારીખે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. જેમાં આઠમી સપ્ટેમ્બરથી 10મી સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અમુક વરસાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં 11મી અને 12મી તારીખે વધારે વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન માછીમારો માટે કોઈ જ ચેતવણી નથી આપવામાં આવી.