વરસાદ@સિઝનનો: સૌથી વધુ 29 ઇંચ બાયડમાં, સૌથી ઓછો વિસનગરમાં પડ્યો

અટલ સમાચાર, મહેસાણા ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સતત મેઘરાજાની મહેર વરસી રહી છે. ચોમાસુ સિઝનનો ત્રીજો રાઉન્ડ છે ત્યારે સાર્વત્રિક વરસાદથી અછત નથી. જોકે, ઉત્તર ગુજરાતના 45 થી વધુ તાલુકા પૈકી સિઝનનો સૌથી વધુ વરસાદ બાયડમાં તો સૌથી ઓછો વિસનગર તાલુકામાં નોંધાયો છે. શુક્રવારે વહેલી સવાર સુધીના ડીઝાસ્ટર કચેરી દ્વારા મળેલ આંકડા મુજબ સાબરકાંઠા
 
વરસાદ@સિઝનનો: સૌથી વધુ 29 ઇંચ બાયડમાં, સૌથી ઓછો વિસનગરમાં પડ્યો

અટલ સમાચાર, મહેસાણા

ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સતત મેઘરાજાની મહેર વરસી રહી છે. ચોમાસુ સિઝનનો ત્રીજો રાઉન્ડ છે ત્યારે સાર્વત્રિક વરસાદથી અછત નથી. જોકે, ઉત્તર ગુજરાતના 45 થી વધુ તાલુકા પૈકી સિઝનનો સૌથી વધુ વરસાદ બાયડમાં તો સૌથી ઓછો વિસનગર તાલુકામાં નોંધાયો છે. શુક્રવારે વહેલી સવાર સુધીના ડીઝાસ્ટર કચેરી દ્વારા મળેલ આંકડા મુજબ સાબરકાંઠા જીલ્લો સૌથી આગળ તો બનાસકાંઠા સૌથી પાછળ છે.

મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં અત્યાર સુધીનો વરસાદ વત્તા-ઓછા પ્રમાણમાં છે. જોકે તાલુકાઓ વચ્ચે સિઝનનો વરસાદ ખુબ જ તફાવતભર્યો હોવાનું સામે આવ્યુ છે. ઉત્તર ગુજરાતના કડી, મહેસાણા, વિજાપુર, સતલાસણા, અમીરગઢ, દાંતા, સિધ્ધપુર, હારીજ, રાધનપુર, ધનસુરા, બાયડ, મેધરજ, માલપુર, મોડાસા, પોશીના, ખેડબ્રહ્મા, ઇડર, વિજયનગર, હિંમતનગર, વડાલી અને પ્રાંતિજ તાલુકામાં ર૦ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે.

મહેસાણા જીલ્લામાં સીઝનનો કુલ વરસાદી આંકડા (મીમી)

  1. કડી- 526
  2. ઊંઝા- 464
  3. ખેરાલુ- 294
  4. જોટાણા-427
  5. બેચરાજી-301
  6. મહેસાણા-541
  7. વડનગર-232
  8. વિજાપુર-548
  9. વિસનગર-232
  10. સતલાસણા-582

બનાસકાંઠા જીલ્લામાં સીઝનનો કુલ વરસાદી આંકડા (મીમી)

  1. અમીરગઢ-580
  2. ભાભર-347
  3. દાંતા-526
  4. દાંતીવાડા-277
  5. ધાનેરા-325
  6. દિયોદર-367
  7. લાખણી-320
  8. સુઈગામ-370
  9. ડીસા-336
  10. કાંકરેજ-218
  11. પાલનપુર-360
  12. થરાદ-394
  13. વાવ-322
  14. વડગામ-361

પાટણ જીલ્લામાં સીઝનનો કુલ વરસાદી આંકડા (મીમી)

  1. પાટણ-410
  2. સિદ્ધપુર-520
  3. સરસ્વતી-465
  4. ચાણસ્મા-240
  5. હારીજ-521
  6. સમી-385
  7. શંખેશ્વર-304
  8. રાધનપુર-528
  9. સાંતલપુર-180

અરવલ્લી જીલ્લામાં સીઝનનો કુલ વરસાદી આંકડા (મીમી)

ધનસુરા- 655
બાયડ – 737
ભિલોડા -499
મેધરજ – 642
માલપુર – 560
મોડાસા – 540

સાબરકાંઠા જીલ્લામાં સીઝનનો કુલ વરસાદી આંકડા (મીમી)

પોશીના – 659
ખેડબ્રહ્મા – 633
ઇડર – 640
વિજયનગર – 568
હિંમતનગર – 782
વડાલી -560
તલોદ – 495
પ્રાંતિજ -590