વરસાદ@સુઇગામ: બીજીવારના માવઠાથી ખેડુતોને નુકશાની, ઉભો પાક સંકટમાં

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) બનાસકાંઠામાં ફરી એકવાર કમોસમી વરસાદ શરૂ થયો છે. સુઇગામના ઉચોચણ અને મોરવાડા સહિતના વિસ્તારોમાં અચાનક વરસાદ શરૂ થયો છે. ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં ખેડુતોના જીવ તાળવે ચોટ્યા છે. ખેતરમાં વાવણી કરેલ હોઇ જગતનો તાત માટે ભારે મુંઝવણની સ્થિતિ ઉભી થઇ છે. અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો
 
વરસાદ@સુઇગામ: બીજીવારના માવઠાથી ખેડુતોને નુકશાની, ઉભો પાક સંકટમાં

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

બનાસકાંઠામાં ફરી એકવાર કમોસમી વરસાદ શરૂ થયો છે. સુઇગામના ઉચોચણ અને મોરવાડા સહિતના વિસ્તારોમાં અચાનક વરસાદ શરૂ થયો છે. ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં ખેડુતોના જીવ તાળવે ચોટ્યા છે. ખેતરમાં વાવણી કરેલ હોઇ જગતનો તાત માટે ભારે મુંઝવણની સ્થિતિ ઉભી થઇ છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ પંથકમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. સુઇગામના ઉચોસણ, મોરવાડા, ભાભરના તારા અને ચલોસણ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવતા લોકો મુંઝાયા છે. મહત્વનું છે કે બુલબુલ વાવઝોડાની અસરના કારણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ખેડુતોને કમોસમી વરસાદથી ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.