વરસાદ@વાવ: બપોર બાદ કડાકાભડાકા સાથે ઝાપટું પડતાં ગરમીથી રાહત

અટલ સમાચાર, વાવ હવામાન વિભાગની અગાઉની આગાહી બાદ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ગુરૂવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં વાવ અને થરાદ પંથકમાં સાંજે કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. કમોસમી માવઠું પડતાં વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. વાવ તાલુકાના ઢેરીયાણામા પાણીની રામાયણ શાંત પડ્યા બાદ ગુરુવારે કુદરતી રાહત મળી હતી. બપોર બાદ વરસાદી
 
વરસાદ@વાવ: બપોર બાદ કડાકાભડાકા સાથે ઝાપટું પડતાં ગરમીથી રાહત

અટલ સમાચાર, વાવ

હવામાન વિભાગની અગાઉની આગાહી બાદ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ગુરૂવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં વાવ અને થરાદ પંથકમાં સાંજે કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. કમોસમી માવઠું પડતાં વાતાવરણ ઠંડુગાર બની ગયું છે.

વાવ તાલુકાના ઢેરીયાણામા પાણીની રામાયણ શાંત પડ્યા બાદ ગુરુવારે કુદરતી રાહત મળી હતી. બપોર બાદ વરસાદી માહોલ બની ગયો હતો. જેમાં વિજળીના ચમકારા સાથે અચાનક વરસાદ શરૂ થઈ ગયો હતો. સરેરાશ અડધા કલાક ચાલું રહેલા ઝાપટાંથી રહીશોને ગરમીથી રાહત મળી હતી. વરસાદ સાથે કરા પણ પડયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.