વરસાદ@વાયુ: મહેસાણા અને પાટણના 8 તાલુકામાં મેઘરાજા આખી રાત વરસ્યા

અટલ સમાચાર, ગિરીશ જોશી, મહેસાણા વાયુ વાવાઝોડાની અસરને પગલે ઉત્તર ગુજરાતના અનેક શહેરો અને ગામડાઓમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. મહેસાણા અને પાટણ જિલ્લાના 8 તાલુકામાં આખી રાત વરસાદ ચાલુ રહ્યો હતો. માત્ર 12 કલાકમાં સિધ્ધપુર તાલુકામાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. મહેસાણા જિલ્લાના બેચરાજી, કડી અને જોટાણા તાલુકામાં સામાન્ય ફોરાં જ્યારે ખેરાલુ, મહેસાણા, વડનગર,
 
વરસાદ@વાયુ: મહેસાણા અને પાટણના 8 તાલુકામાં મેઘરાજા આખી રાત વરસ્યા

અટલ સમાચાર, ગિરીશ જોશી, મહેસાણા 

વાયુ વાવાઝોડાની અસરને પગલે ઉત્તર ગુજરાતના અનેક શહેરો અને ગામડાઓમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. મહેસાણા અને પાટણ જિલ્લાના 8 તાલુકામાં આખી રાત વરસાદ ચાલુ રહ્યો હતો. માત્ર 12 કલાકમાં સિધ્ધપુર તાલુકામાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો.

મહેસાણા જિલ્લાના બેચરાજી, કડી અને જોટાણા તાલુકામાં સામાન્ય ફોરાં જ્યારે ખેરાલુ, મહેસાણા, વડનગર, વિજાપુર, વિસનગર, સતલાસણા અને ઊંઝા તાલુકામાં અડધાથી દોઢ ઈંચ વરસાદ પડયો હતો. બુધવારે સાંજે 7 વાગ્યેથી ગુરુવારે સવારે 7 વાગ્યા સુધી સમગ્ર જિલ્લામાં નોંધપાત્ર વરસાદ આવ્યો હતો.

પાટણ જિલ્લાના સમી, શંખેશ્વર અને સાંતલપુર તાલુકામાં વરસાદ નોંધાયો નથી. જ્યારે પાટણ, સિધ્ધપુર, સરસ્વતી, ચાણસ્મા અને હારિજ તાલુકામાં અડધાથી બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રાત્રિ દરમિયાન અનેક તાલુકાઓમાં મેઘરાજા મહેરબાન બન્યા હતા. આથી રહીશોને ગરમીથી રાહત મળી છે.

ક્યાં કેટલો વરસાદ ( બુધવારે સાંજે 7 થી ગુરુવારે સવારે 7 વાગ્યા સુધી )

સિધ્ધપુર 45 મિમિ

પાટણ 18 મિમિ

સરસ્વતી 16 મિમિ

ચાણસ્મા 13 મિમિ

હારીજ 16 મિમિ

રાધનપુર 04 મિમિ

બેચરાજી 01 મિમિ

કડી 02 મિમિ

ખેરાલુ 10 મિમિ

મહેસાણા 22 મિમિ

વડનગર 21 મિમિ

વિજાપુર 38 મિમિ

વિસનગર 36 

સતલાસણા 12 મિમિ

ઊંઝા 11 મિમિ

જોટાણા 06 મિમિ

ઉલ્લેખનીય છે કે, વાયુ વાવાઝોડાની ઉત્તર ગુજરાતમાં સંભવિત અસરને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારી કરવામાં આવી છે. જોકે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીનો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો નંબર સંપર્ક વિહોણો બની જતાં બેદરકારી છતી થઇ છે.