વરસાદ@ઉ.ગુ: દિયોદરમાં વીજળી પડતાં 4 ગાયોના મોત, સાંતલપુરમાં પતરાં ઉડ્યાં

અટલ સમાચાર, દિયોદર, સાંતલપુર(કિશોર નાયક, દશરથ ઠાકોર) બનાસકાંઠા અને પાટણમાં ગઇકાલે રાત્રે વાવાઝોડા સાથે આવેલા વરસાદથી લોકોની ગરમીથી રાહત તો મળી છે. પરંતુ વીજળી પડતાં ચાર ગાયોના મોત અને તબેલાના પતરાં ઉડી જવાના બનાવો સામે આવ્યા છે. દિયોદરમાં કાલે વીજળી પડતાં એકસાથે ચાર ગાયોના મોત થતાં ચકચાર મચી ગઇ છે. આ તરફ સાંતલપુર તાલુકાના ગામે
 
વરસાદ@ઉ.ગુ: દિયોદરમાં વીજળી પડતાં 4 ગાયોના મોત, સાંતલપુરમાં પતરાં ઉડ્યાં

અટલ સમાચાર, દિયોદર, સાંતલપુર(કિશોર નાયક, દશરથ ઠાકોર)

બનાસકાંઠા અને પાટણમાં ગઇકાલે રાત્રે વાવાઝોડા સાથે આવેલા વરસાદથી લોકોની ગરમીથી રાહત તો મળી છે. પરંતુ વીજળી પડતાં ચાર ગાયોના મોત અને તબેલાના પતરાં ઉડી જવાના બનાવો સામે આવ્યા છે. દિયોદરમાં કાલે વીજળી પડતાં એકસાથે ચાર ગાયોના મોત થતાં ચકચાર મચી ગઇ છે. આ તરફ સાંતલપુર તાલુકાના ગામે વાવઝોડાને કારણે બોરડીની ઓરડીના પતરાં ઉડી ગયા હોવાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દિયોદરમાં ગતરાત્રે આવેલા વરસાદ વચ્ચે દુ:ખદ ઘટના સામે આવી છે. જેમાં દિયોદર તાલુકાના પાલડી ગામે જોષીડા વાસ નજીક વીજળી પડતાં ચાર ગાયોના મોત થયા છે. મૂળ પાટણના ભિલોટ ગામના રબારી ગાયો ચરાવવા આવ્યા હતા. જોકે વીજળી પડતાં ગોકુલભાઈ સેંધાભાઈ રબારીની 3 ગાયો અને મહાદેવભાઈ દાનાભાઈ રબારીની 1 ગાયનું મોત થયુ હતુ. દુર્ઘટના બાદ વેટરનરી ડૉકટર અને ગામના સરપંચ તલાટીની હાજરીમાં પી એમ કરવામાં આવ્યુ હતુ.

વરસાદ@ઉ.ગુ: દિયોદરમાં વીજળી પડતાં 4 ગાયોના મોત, સાંતલપુરમાં પતરાં ઉડ્યાં

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના ઉનરોટ ગામે પણ વાવઝોડાનો માહોલ સર્જાયો હતો. જેમાં પવનની ઝડપ એટલી બધી હતી કે ઉનરોટ ગામના ખેડૂતના ખેતરમાં બનાવેલી બોરની ઓરડીના પતરાં ઉડી ગયા હતા. ઘટનામાં ખેડૂતને ભારે નુકશાન થયુ હોવાનું સામે આવ્યુ છે. ભારે ઉકળાટ વચ્ચે ગઇકાલે વરસાદ આવતાં આંશિક રાહત મળી હતી.

વરસાદ@ઉ.ગુ: દિયોદરમાં વીજળી પડતાં 4 ગાયોના મોત, સાંતલપુરમાં પતરાં ઉડ્યાં

ધાનેરામાં પણ વરસાદનું આગમન

બનાસકાંઠા જીલ્લામાં મોડી સાંજે અનેક તાલુકામાં વરસાદ આવ્યો હતો. આ તરફ ધાનેરા, સુઇગામ અને દિયોદરમાં વરસાદ આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ધાનેરામાં 1.5 ઇંચ જેટલો વરસાદ આવતા લોકોને બફારા માંથી રાહત મળી હતી. પવન અને વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે વરસાદ આવતાં ધાનેરા તાલુકામાં લોકોને ગરમીથી રાહત મળી હતી.