રાજકોટ: 3 ટાબરીયાઓએ ગિયરવાળી બ્રાન્ડેડ 14 સાઇકલો ચોરી, અંતે ફરિયાદ

અટલ સમાચાર, ડેસ્ક રાજકોટમાં એક અનોખા પ્રકારની ચોરી કરતી ચોર ટોળકી ઝડપાઇ છે. આ ચોર ટોળકીની મોડેસ ઓપરેન્ટી અને ચોરીની રીત સાંભળીને આપ પણ ચોકી ઉઠશો. રાજકોટના માલવિયાનગર પોલીસ સાયકલ ચોરતી ટોળકીને ઝડપી પાડી છે. પોતાના સાઇકલ ચલાવવાના મોજશોખ માટે બ્રાન્ડેડ સાઈકલની ચોરી કરતા ત્રણ સગીરોને પોલીસે સીસીટીવીના આધારે ઝડપી પાડ્યા છે. અટલ સમાચાર આપના
 
રાજકોટ: 3 ટાબરીયાઓએ ગિયરવાળી બ્રાન્ડેડ 14 સાઇકલો ચોરી, અંતે ફરિયાદ

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટમાં એક અનોખા પ્રકારની ચોરી કરતી ચોર ટોળકી ઝડપાઇ છે. આ ચોર ટોળકીની મોડેસ ઓપરેન્ટી અને ચોરીની રીત સાંભળીને આપ પણ ચોકી ઉઠશો. રાજકોટના માલવિયાનગર પોલીસ સાયકલ ચોરતી ટોળકીને ઝડપી પાડી છે. પોતાના સાઇકલ ચલાવવાના મોજશોખ માટે બ્રાન્ડેડ સાઈકલની ચોરી કરતા ત્રણ સગીરોને પોલીસે સીસીટીવીના આધારે ઝડપી પાડ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો .

પોલીસે આ ત્રણેય સગીર ચોરો પાસેથી અલગ-અલગ બ્રાન્ડેડ કંપની 14 જેટલી સાઇકલો પણ કબજે કરી છે. પોલીસે કબ્જે કરેલી 14 જેટલી સાઈકલો 8000થી 15000 સુધીની કિંમતની છે .એટલે કે પોલીસે 1,47,500ની કિંમતની 14 સાઇકલ કબ્જે કરી છે. સાયકલ ચોરી થવાની અલગ-અલગ ફરિયાદોને આધારે પોલીસે ખાસ વોચ ગોઠવી હતી અને આખરે સીસીટીવીના આધારે ચોરી કરતા ત્રણ ટાબરિયાઓ ને ઝડપી પાડ્યા છે.

આ ત્રણેય ટાબરિયાઓને બ્રાન્ડેડ સાઈકલ ફેરવવાનો શોખ હોવાથી સાયકલ ચોરી કરતા હતા. જે પણ ઘરના ફળિયામાં લોક વગરની સાયકલ જોવા મળે તેની ઉઠાંતરી કરતા હતા. આ ટાબરિયાઓ મોટાભાગે મેગવીલ વાળી કે ગિયરવાળી બ્રાન્ડેડ સાયકલ ચોરી કરતા હતા. હાલ તો પોલીસે સીસીટીવીના આધારે ત્રણેય મિત્રોની ધરપકડ કરી છે અને ૧૪ જેટલી બ્રાન્ડેડ સાયકલો કબજે કરી છે. જોકે હજી પણ આ સગીરો દ્વારા કેટલી સાઇકલ ચોરી કરવામાં આવી છે જેની પણ પોલીસ વધુ પૂછપરછ હાથ ધરી છે.