રાજકોટ: ઉત્તરક્રિયામાં 50 લોકો ભેગા થયા, 16ને કોરોના પિતા-પુત્ર વિરૂધ્ધ ફરિયાદ

અટલ સમાચાર, ડેસ્ક રાજકોટ માં કોઠારીયા રોડ ઉપર આવેલા દિપ્તીનગરમાં ઘુસાભાઇ હુંબલનું મોત નીપજ્યું હતું જેની ઉતરક્રિયામાં ૫૦થી વધુ લોકો ગયા હતા અને જ્યાંથી કોરોનાનું સંક્રમણ થયું હતું. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો પરિવારે યોજેલી ઉત્તરક્રિયામાં ભેગા થયેલા 50થી વધુ લોકોમાં એક જ પરિવારના 16 સભ્યોને કોરોના પોઝિટિવ આવતા આ અંગે પિતા
 
રાજકોટ: ઉત્તરક્રિયામાં 50 લોકો ભેગા થયા, 16ને કોરોના પિતા-પુત્ર વિરૂધ્ધ ફરિયાદ

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટ માં કોઠારીયા રોડ ઉપર આવેલા દિપ્તીનગરમાં ઘુસાભાઇ હુંબલનું મોત નીપજ્યું હતું જેની ઉતરક્રિયામાં ૫૦થી વધુ લોકો ગયા હતા અને જ્યાંથી કોરોનાનું સંક્રમણ થયું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પરિવારે યોજેલી ઉત્તરક્રિયામાં ભેગા થયેલા 50થી વધુ લોકોમાં એક જ પરિવારના 16 સભ્યોને કોરોના પોઝિટિવ આવતા આ અંગે પિતા પુત્ર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે. ઘુસાભાઇ હુંબલ નામના વૃદ્ધનુ ગત તારીખ 20જૂનના રોજ બીમારી સબબ મૃત્યુ થયું હતું હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે માઠા પ્રસંગોમાં અંતિમવિધિમાં 20થી વધુ લોકોએ એકઠું ન થવું તેમજ ઉત્તરક્રિયા સહિતના પ્રસંગો નહિ યોજવા અંગે સરકાર દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હોવા છતાં ૨૬ જૂનના રોજ ઉત્તરક્રિયાનો પ્રસંગ યોજવામાં આવ્યો હતો

જેમાં લોકોનું મોટું જૂથ એકઠું થતા 16 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો હતો જેથી ગંભીર બેદરકારી દાખવનાર મૃતકના પુત્ર વીરભાનુભાઈ ઘુસાભાઇ હુંબલ અને પૂત્ર નૈમિષ વીરભાનુભાઈ હુંબલ વિરુદ્ધ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, તો હવે પોલીસે અપીલ પણ કરી છેકે ઉત્તરક્રિયામાં જોડાનાર તમામ લોકોએ સેલ્ફ ક્વોરન્ટાઈન થવું જોઈએ તેમજ કોરોનાના ચિહ્નો દેખાય તો નજીકની હોસ્પિટલમાં નિદાન કરાવવું.