રાજકોટ: કોરોનાના કહેર વચ્ચે સિવિલમાં 81 કોવિડ પોઝિટિવ સગર્ભાઓ ‘માતા’ બની

અટલ સમાચાર, ડેસ્ક માર્ચ મહિના 2002 થી અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લાની ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલમાં કુલ 81 જેટલી કોવિડ પોઝિટિવ સગર્ભાઓને સારવાર આપવામાં આવી છે. જે પૈકી 15 જેટલી કોવિડ પોઝિટિવ સગર્ભા માતાઓની ડિલીવરી કરાવવામાં આવી છે. જેમાં 13 કોવિડ પોઝીટીવ સગર્ભા માતાઓની ડિલીવરી સિઝેરિયન પધ્ધતિ મારફતે કરાવવામાં આવી છે. કોરોના સંક્રમિત માતા અવની બહેન પારેખ
 
રાજકોટ: કોરોનાના કહેર વચ્ચે સિવિલમાં 81 કોવિડ પોઝિટિવ સગર્ભાઓ ‘માતા’ બની

અટલ સમાચાર, ડેસ્ક

માર્ચ મહિના 2002 થી અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લાની ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલમાં કુલ 81 જેટલી કોવિડ પોઝિટિવ સગર્ભાઓને સારવાર આપવામાં આવી છે. જે પૈકી 15 જેટલી કોવિડ પોઝિટિવ સગર્ભા માતાઓની ડિલીવરી કરાવવામાં આવી છે. જેમાં 13 કોવિડ પોઝીટીવ સગર્ભા માતાઓની ડિલીવરી સિઝેરિયન પધ્ધતિ મારફતે કરાવવામાં આવી છે. કોરોના સંક્રમિત માતા અવની બહેન પારેખ જણાવે છે કે, હું અહીંયા આવી પછી ઘણો બધો સપોર્ટ મળ્યો છે. ડોક્ટરોનો, નર્સનો, સ્ટાફનો વગેરેનો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં કોવિડ બિલ્ડીંગમાં એક અલગ ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યું છે. જેમાં માત્ર કોવિડના દર્દીઓના જ ઓપરેશન કરવામાં આવે છે. જે સૌરાષ્ટ્રમાં એકમાત્ર રાજકોટમાં જ આવી સુવિધા છે. જેમાં અદ્યતન સાધનો, મલ્ટીએરા મોનિટરીંગ સિસ્ટમ, એનેસ્થેસિયા મશીન, અત્યાધુનિક વેન્ટીલેટર સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ છે. આ ઓપરેશન થિયેટરમાં અત્યાર સુધીમાં કુલ 14 પોઝિટિવ દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા છે. જે પૈકી 13 જેટલા સિઝેરીયન કરવામાં આવ્યા છે.

રાજકોટ: કોરોનાના કહેર વચ્ચે સિવિલમાં 81 કોવિડ પોઝિટિવ સગર્ભાઓ ‘માતા’ બની
જાહેરાત