રાજકોટઃ કોરોના વાયરસની સારવારમાં વપરાતું બોગસ બિલિંગનું કૌભાંડ ઝડપાયું

અટલ સમાચાર, ડેસ્ક રાજકોટમાં કોરોના વાયરસની સારવારમાં વપરાતું કોવિફોર 100 MG ઇન્જેક્શનના બોગસ બિલિંગનું કૌભાંડ સામે આવ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ચેકીંગ દરમિયાન તેનો ખુલાસો થયો હતો. થિયોસ ફાર્માસ્યુટિકલ દ્વારા ફૂડ અને ડ્રગ્સ વિભાગની ઓફિસે 4.54 લાખના 110 ઈન્જેક્શનનું બોગસ બિલ બનાવી રજૂ કરવામાં આવ્યું હતું. દેવાંત હોસ્પિટલના નામે આ બોગસ બિલ બનાવવામાં આવ્યા
 
રાજકોટઃ કોરોના વાયરસની સારવારમાં વપરાતું બોગસ બિલિંગનું કૌભાંડ ઝડપાયું

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટમાં કોરોના વાયરસની સારવારમાં વપરાતું કોવિફોર 100 MG ઇન્જેક્શનના બોગસ બિલિંગનું કૌભાંડ સામે આવ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ચેકીંગ દરમિયાન તેનો ખુલાસો થયો હતો. થિયોસ ફાર્માસ્યુટિકલ દ્વારા ફૂડ અને ડ્રગ્સ વિભાગની ઓફિસે 4.54 લાખના 110 ઈન્જેક્શનનું બોગસ બિલ બનાવી રજૂ કરવામાં આવ્યું હતું. દેવાંત હોસ્પિટલના નામે આ બોગસ બિલ બનાવવામાં આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ક્રાઇમ બ્રાન્ચે થિયોસ ફાર્માસ્યુટિકલના સંચાલક સચિન પટેલ અને એક ખાનગી કંપનીના સૌરાષ્ટ્ર ઝોનના એમ.આરની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે ઇન્જેક્શનનો જથ્થો કોને વહેંચ્યો તે અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે ઇન્જેક્શનની કાળા બજારી કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

રાજકોટઃ કોરોના વાયરસની સારવારમાં વપરાતું બોગસ બિલિંગનું કૌભાંડ ઝડપાયું
જાહેરાત

સુત્રોએ જણાવ્યુ હતુ કે, રાજકોટ પોલીસે જીવન રક્ષક ઇન્જેકશનના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ પોલીસે ડમી ગ્રાહક ઉભા કરીને આખું છટકું ગોઠવ્યું હતું. જેમાં એક મહિલા સહિત પાંચની પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા પાંચ પૈકી એક સિવીલ હોસ્પિટલનો રોજમદાર કર્મચારી હોવાનું પણ સામે આવ્યુ છે. ત્યારે પોલીસે ઇન્જેકશનના કાળા કારોબારના આ તાર કેટલે સુઘી પહોંચેલા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.