રાજકોટ: લૉકડાઉન ખુલ્યા બાદ ધંધાની ચિંતામાં કારખાનેદારે આત્મહત્યા કરી

અટલ સમાચાર,રાજકોટ કોરોના મહામારી અંતર્ગત લૉકડાઉનમાં આજે છૂટછાટ મળતાં જ રાજકોટ શહેરમાં ધંધા રોજગારનો ફરી ધમધમાટ શરૂ થઇ ગયો છે. લગભગ પંચાવન દિવસ સુધી બધુ બંધ રહ્યા પછી ફરીથી ધંધા રોજગારની ગાડી પાટે ચડાવવામાં ધંધાર્થીઓ, વેપારીઓ, કારખાનેદારોને અનેક તકલીફોનો સામનો પણ કરવો પડે તેમ છે. માલની અછત, કારીગરોની અછત સહિતના પ્રશ્નો ઉભા થશે. આ દરમિયાન
 
રાજકોટ: લૉકડાઉન ખુલ્યા બાદ ધંધાની ચિંતામાં કારખાનેદારે આત્મહત્યા કરી

અટલ સમાચાર,રાજકોટ

કોરોના મહામારી અંતર્ગત લૉકડાઉનમાં આજે છૂટછાટ મળતાં જ રાજકોટ શહેરમાં ધંધા રોજગારનો ફરી ધમધમાટ શરૂ થઇ ગયો છે. લગભગ પંચાવન દિવસ સુધી બધુ બંધ રહ્યા પછી ફરીથી ધંધા રોજગારની ગાડી પાટે ચડાવવામાં ધંધાર્થીઓ, વેપારીઓ, કારખાનેદારોને અનેક તકલીફોનો સામનો પણ કરવો પડે તેમ છે. માલની અછત, કારીગરોની અછત સહિતના પ્રશ્નો ઉભા થશે. આ દરમિયાન આજે લૉકડાઉનમાં કારખાનુ ખોલતાની સાથે જ યુવાને કારખાનાની ઉપરના ભાગે મજૂર માટેની ઓરડીમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

લૉકડાઉન ખુલ્યા પછી ધંધો નહીં જામે તો? કારખાના, મકાનની લોન કેમ ભરપાઇ થશે? તે સહિતની ચિંતાઓને કારણે તેણે આ પગલુ ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જાણવા મળ્યા મુજબ વાવડી રોડ પર ઉદ્દગમ સ્કૂલ પાસે ગ્રીન આદર્શ સોસાયટીમાં રહેતા અશોકભાઇ ભંડેરી નામના કારખાનેદારે કોઠારીયામાં આવેલા પોતાના કનૈયા પ્લાસ્ટીક નામના કારખાનામાં મજૂરની રૂમમાં એંગલમાં પ્લાસ્ટીકની દોરી બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધાની જાણ થતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ પહોચ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આજથી લોકડાઉન ખુલતાં અશોકભાઇ અને તેના મોટા ભાઇ ઉમેશભાઇ સવારે ઘરેથી સાથે નીકળ્યા હતાં અને કારખાને પહોંચ્યા હતાં. અશોકભાઇ અને ઉમેશભાઇના કારખાના સામ-સામે જ છે. અહીં પહોંચ્યા પછી અશોકભાઇ સામેના કારખાનામાં બાચકાને સિલાઇ કરવા જાય છે તેમ કહીને ગયા હતાં. મજૂરો વતન જતાં રહ્યા હોઇ તેથી તે એકલા જ ત્યાં ગયા હતાં. થોડા કલાક પછી મોટા ભાઇને તેને ફોન જોડતાં અને વારંવાર ફોનનો રિપ્લાય ન થતાં તે ત્યાં તપાસ કરવા જતાં અશોકભાઇ ઉપરની મજૂરની રૂમમાં આપઘાત કરેલી હાલતમાં જોવા મળ્યા હતાં.

મૃતક કારખાનેદારે બે કારખાના અને પોતે જ્યાં રહે છે એ મકાન એમ ત્રણેય મિલ્કતો લોનથી લીધી હતી. લૉકડાઉન શરૂ થયુ ત્યારથી અશોકભાઇ હવે લોન કઇ રીતે ભરશું? લોકડાઉન ખુલશે પછી પણ ધંધો નહીં જામે તો? એ સહિતના સવાલો ઉઠાવી ચિંતા કરતાં હતાં. આજે લૉકડાઉન ખુલતાની સાથે જ તેમણે આ પગલુ ભરી લીધાનું તેના ભાઇ ઉમેશભાઇએ પોલીસની પ્રાથમિક પુછતાછમાં જણાવ્યું છે.