રાજકોટ: નકલી ફોરેસ્ટ અધિકારી બની સર્કસના હાથીનો ટ્રક આંતર્યો, તોડનો પ્રયાસ

અટલ સમાચાર, ડેસ્ક રાજકોટમાં ફૉરેસ્ટ અધિકારીના નામે તોડ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. ગ્રેટ ગોલ્ડન સર્કસના બે હાથી અનાર અને ચંપાની જોડીને બીમારીની સારવાર માટે અમદાવાદથી કાયદેસરની મંજૂરી મેળવી ટ્રક મારફતે જામનગર લઇ જવામાં આવતાં હતાં. આ દરમિયાન રાજકોટનાં મોરબી રોડ ખાતે બેડી ચોકડી પાસે એક એનજીઓ સંચાલકે ટ્રકને અટકાવ્યો હતો. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
રાજકોટ: નકલી ફોરેસ્ટ અધિકારી બની સર્કસના હાથીનો ટ્રક આંતર્યો, તોડનો પ્રયાસ

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટમાં ફૉરેસ્ટ અધિકારીના નામે તોડ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. ગ્રેટ ગોલ્ડન સર્કસના બે હાથી અનાર અને ચંપાની જોડીને બીમારીની સારવાર માટે અમદાવાદથી કાયદેસરની મંજૂરી મેળવી ટ્રક મારફતે જામનગર લઇ જવામાં આવતાં હતાં. આ દરમિયાન રાજકોટનાં મોરબી રોડ ખાતે બેડી ચોકડી પાસે એક એનજીઓ સંચાલકે ટ્રકને અટકાવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકોટમાં સંચાલકે પોતાની ઓળખ ફૉરેસ્ટ ઓફિસર તરીકે આપીને, હાથીને ગેરકાયદેસર રીતે લઇ જાવ છો, બે લાખ આપવા પડશે, નહિતર હાથીને ફૉરેસ્ટ ખાતામાં જમા કરાવી દેવા પડશે તેમ કહીને બીજા અધિકારી સાથે ફોનપર વાત કરાવી હતી. જોકે, આ અધિકારીએ બે લાખ નહીં પરંતુ પાંચ લાખ આપવા પડશે તેવી વાત કરી હતી. આવું કહીને તોડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન હાથીને લઈ જનાર મહાવતે પોલીસનો સંપર્ક કર્યો હતો. જે બાદમાં સમગ્ર મામલો બી-ડિવિઝન પોલીસ સુધી પહોંચ્યો હતો. તપાસ કરતા માલુમ પડ્યું કે ફૉરેસ્ટ અધિકારીના નામે તોડ કરનાર વ્યક્તિ એક એનજીઓનો સંચાલક હતો. પોલીસે એનજીઓ સંચાલકને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

સમગ્ર મામલે સર્કસના સંચાલક અનવરભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે, અમારા સર્કસના હાથીઓની જોડી અનાર અને ચંપાની તબિયત દસ-બાર દિવસથી ખરાબ હોવાથી અમદાવાદમાં કોરોના મહામારીના કેસ વધુ હોવાથી હાથીની આ જોડીને જામનગર રાધાકૃષ્ણ ટેમ્પલ એન્ડ એલીફન્ટ વેલફેર ટ્રસ્ટમાં મૂકવાનું નક્કી કર્યુ હતું. અમે બંને હાથીનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું, બાદમાં અનાર અને ચંપાને જામનગર મૂકવા જવાની મંજૂરી મળતાં બંને હાથીને ટ્રકમાં બેસાડી રવાના કરાયા હતાં. હાથીઓના જરૂરી કાગળો તેમજ ફૉરેસ્ટ ખાતામાંથી મેળવેલી ટ્રાન્ઝિટ પરમિશનને લગતા કાગળો, હાથીની માલિકીના ડોકયુમેન્ટ સહિતના કાયદેસરના કાગળો પણ સાથે હતાં.