રાજકોટઃ પોલીસ કોન્સ્ટેબલે બળાત્કારના ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપતાં યુવકનો આપઘાત

અટલ સમાચાર, ડેસ્ક રાજકોટ શહેરમાં એક માસ પૂર્વે ગેસ્ટ હાઉસમાં ઝેરી દવા પીને આપઘાત કરી લેનાર યુવકના કેસમાં નવો જ ફણગો ફૂટ્યો છે. યુવકે પોલીસ કોન્સ્ટેબલની ધમકીથી ડરીને આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ યુવકને ધમકી આપી રહ્યો હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ
 
રાજકોટઃ પોલીસ કોન્સ્ટેબલે બળાત્કારના ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપતાં યુવકનો આપઘાત

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટ શહેરમાં એક માસ પૂર્વે ગેસ્ટ હાઉસમાં ઝેરી દવા પીને આપઘાત કરી લેનાર યુવકના કેસમાં નવો જ ફણગો ફૂટ્યો છે. યુવકે પોલીસ કોન્સ્ટેબલની ધમકીથી ડરીને આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ યુવકને ધમકી આપી રહ્યો હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ કેસમાં મૃતક યુવક આરોપીની સાળાની પત્ની સાથે ફોન અને સોશિયલ મીડિયા થકી વાતચીત કરતો હોવાનું સામે આવ્યું છે. આ વાતને લઈને કોન્સ્ટેબલે યુવકને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ફરિયાદ પ્રમાણે મૃતક વિક્રમ ખાંડેખા આરોપીના સાળાની પત્ની સાથે મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયા થકી વાતચીત કરતો હતા. આ વાતને લઈને આરોપી કોન્સ્ટેબલે પીડિત યુવકને સંબંધ તોડી નાખવા અને જો સંબંધ રાખશે તો બળાત્કારના ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી હતી. આ ઉપરાંત પોલીસ કોન્સ્ટેબલે પીડિતને જીવથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. જે બાદમાં યુવકે તારીખ 19-12-2020ના રોજ અશ્વીન ગેસ્ટ હાઉસમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. વિક્રમનું ગેસ્ટ હાઉસમાં જ મોત થઈ ગયું હતું.