રાજકોટઃ 2 વર્ષથી ઘરમાં પુરાયેલી 200 kg વજનવાળી મહિલા અને પુત્રને મુક્ત કરાયા

અટલ સમાચાર, ડેસ્ક રાજકોટમાં સામે આવ્યો છે. અહીં પોતાના ઘરમાં બે વર્ષથી પુરાઈ રહેલી 200 કિલોથી વધારે વજની મહિલા અને તેના પુત્રને શ્રી શક્તિ એજન્યુકેશન ટ્રસ્ટ અને 181 અભયમ મહિલા હેલ્પલાઈન ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. 181ની મદદથી મહિલાને બિલ્ડિંગ થથા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. રાજકોટ શહેરમાં ફરી એક વખત સામાજિક
 
રાજકોટઃ 2 વર્ષથી ઘરમાં પુરાયેલી 200 kg વજનવાળી મહિલા અને પુત્રને મુક્ત કરાયા

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટમાં સામે આવ્યો છે. અહીં પોતાના ઘરમાં બે વર્ષથી પુરાઈ રહેલી 200 કિલોથી વધારે વજની મહિલા અને તેના પુત્રને શ્રી શક્તિ એજન્યુકેશન ટ્રસ્ટ અને 181 અભયમ મહિલા હેલ્પલાઈન ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. 181ની મદદથી મહિલાને બિલ્ડિંગ થથા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. રાજકોટ શહેરમાં ફરી એક વખત સામાજિક સંસ્થા એ પોતાની જવાબદારી નિભાવતા, છેલ્લા બે વર્ષથી રૂમમાં બંધ 45 વર્ષીય મહિલાને મુક્ત કરાવી છે. તો સાથે જ તેના 13 વર્ષીય પુત્રને શિક્ષણ મળી રહે તે માટેની તમામ જવાબદારી નિભાવવાનું વચન પણ આપ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીગ્રામના વેલનાથ ચોક પાસે આવેલા ગોવિંદ નગર શેરી નંબર 2માં સરલાબેન કાંતિભાઈ પ્રજાપતિ નામની મહિલા પોતાના પુત્ર સાથે રહે છે સરલા બહેનનો પતિ છેલ્લા લાંબા સમયથી દુબઈમાં વસવાટ કરે છે. ત્યારે બે વર્ષ પૂર્વે સરલાબેનનું સારણ ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ક્રમશઃ તેમની માનસિક સ્થિતિ બગડી હતી અને તેના પરિણામે તેઓ સોચ ક્રિયા પણ પથારીમાં જ કરતા હતા. ત્યારે સરલા બહેન આ પ્રકારે પોતાના જ ઘરમાં રહી એકલવાયું જેવું જીવન જીવે છે તેની જાણ સોસાયટીના રહેવાસીઓએ અભ્યમની ટીમને કરી હતી. ત્યારે શ્રી શક્તિ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને 181ની ટીમ મહિલાના ઘરે પહોંચી હતી. મહિલાને બિલ્ડીંગ થતાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મહિલાના ૧૩ વર્ષીય પુત્રને ઉચ્ચ શિક્ષણ આપવાની તમામ જવાબદારી હાલ સામાજિક સંસ્થાએ ઉપાડી છે. ત્યારે મહિલા ની સારવાર પૂર્ણ થયા બાદ સામાજિક સંસ્થા દ્વારા વધુ વિગત એકત્ર કરાશે કે શા માટે સરલાબેન પ્રજાપતિની આ પ્રકારની હાલત થઈ છે? સરલાબેનની આ પ્રકારની હાલત થવા પાછળનું કારણ શું છે તે સહિતની તમામ બાબતોની તપાસ કરાશે તો સાથે જ સરલાબેન પ્રજાપતિને નવું જીવન મળે તે બાબતની તમામ તકેદારી પણ રાખવામાં આવશે.