રાજકોટ: કથિત ઓડિયોને લઇ વુમેન્સ એન્ટી હેરેસમેન્ટ સેલ દ્વારા પ્રોફેસરને ક્લિનચીટ

અટલ સમાચાર,ડેસ્ક રાજકોટમાં આવેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના પ્રોફેસર હરેશ ઝાલાના નામની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. આ સમગ્ર મામલે વુમેન્સ એન્ટી હેરેસમેન્ટ સેલ દ્વારા પ્રોફેસરને ક્લિનચીટ આપવામાં આવી છે. ગત અઠવાડિયે ઓડિયો ક્લિપ મામલે વિદ્યાર્થિની અને પ્રોફેસર દ્વારા ઓડિયો ક્લિપ બોગસ હોવાની કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. તો સમગ્ર મામલે વિદ્યાર્થિની દ્વારા લેખિત
 
રાજકોટ: કથિત ઓડિયોને લઇ વુમેન્સ એન્ટી હેરેસમેન્ટ સેલ દ્વારા પ્રોફેસરને ક્લિનચીટ

અટલ સમાચાર,ડેસ્ક

રાજકોટમાં આવેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના પ્રોફેસર હરેશ ઝાલાના નામની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. આ સમગ્ર મામલે વુમેન્સ એન્ટી હેરેસમેન્ટ સેલ દ્વારા પ્રોફેસરને ક્લિનચીટ આપવામાં આવી છે. ગત અઠવાડિયે ઓડિયો ક્લિપ મામલે વિદ્યાર્થિની અને પ્રોફેસર દ્વારા ઓડિયો ક્લિપ બોગસ હોવાની કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. તો સમગ્ર મામલે વિદ્યાર્થિની દ્વારા લેખિત કે મૌખિક કોઇ ફરિયાદ ન મળતા વિમેન્સ એન્ટી હેરેસમેન્ટ સેલ દ્વારા પ્રોફેસર હરેશ ઝાલાને ક્લિનચીટ આપવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકોટ: કથિત ઓડિયોને લઇ વુમેન્સ એન્ટી હેરેસમેન્ટ સેલ દ્વારા પ્રોફેસરને ક્લિનચીટ

સમગ્ર મામલે ગત 31 તારીખના રોજ મળેલ વુમેન્સ એન્ટી હેરેસમેન્ટ કમિટી દ્વારા કુલપતિને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે જેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે વિદ્યાર્થિની દ્વારા કમિટી અને કોઈ પણ જાતની લેખિત કે મૌખિક રજૂઆત પ્રોફેસર હરેશ ઝાલા વિરોધ ન મળતા તેમની વિરુદ્ધ કોઈ પણ જાતના પગલાં લઈ શકાય તેમ નથી.

રાજકોટ: કથિત ઓડિયોને લઇ વુમેન્સ એન્ટી હેરેસમેન્ટ સેલ દ્વારા પ્રોફેસરને ક્લિનચીટ

સમગ્ર મામલે આગામી પાંચ તારીખના રોજ મળનાર સિન્ડિકેટની બેઠકમાં પ્રોફેસર હરેશ ઝાલાને ફરજ પર પરત લેવા કે કેમ તે અંગેનો નિર્ણય કરવામાં આવશે. તો સાથે જ તેમની ઓફિસ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સીલ કરવામાં આવી છે તેને ફરી વખત ખોલવામાં આવશે કે કેમ તે અંગે નિર્ણય લેવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ભીનું સંકેલવાના પ્રયાસો પૂર્ણ કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.