આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,રાજકોટ

ગુજરાત સહિત વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજકોટના જેતપુરમાં એક કરૂણ ઘટના સામે આવી હતી. એમ્બ્યુલન્સ ન મળતૈ બિમાર પુત્રને માતાએ રેકડીમાં હોસ્પિટલ લઈ જવો પડ્યો હતો. જેતપુરમાં માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. જ્યાં એક વિધવા માતા પોતાના દીકરાને રેંકડીમાં 2 કિલોમીટર દૂર હોસ્પિટલ લઇને પહોંચી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જેતપુરના ગાયત્રી મંદિર બાવાવાળા પરા પાસે રહેતા મીના બેન તેમના દીકરાને રેંકડીમાં લઇ હોસ્પિટલ જવા મજબૂર થયા. મીનાબેનના દીકરાનું થોડા દિવસ પહેલા અકસ્માત થયો હતો. અને હાલ તે ચાલી પણ શકતો નથી. ઘર ચલાવવા મજૂરી કરતા મીનાબેને જ્યારે સરકારી હોસ્પિટલમાં ફોન કર્યો તો એમ્બ્યુલન્સ ન હોવાનું કહ્યું. હોસ્પિટલ તંત્ર દ્વારા સામેથી એવો જવાબ આપવામાં આવ્યો કે હાલ એમ્બ્યુલન્સ નથી. જે બાદ મીનાબેન રેંકડીમાં જ 2 કિલોમીટર દૂર પોતાના બાળકને હોસ્પિટલ લઇને પહોંચ્યા.

આ દ્રશ્યોથી જ ખબર પડી જાય છે કે એક ગરીબ દર્દીને સારવાર માટે કેટવી મુશ્કેલી પડે છે. માધ્યમકર્મીઓ અને બીજા સેવાભાવી લોકોની મદદથી હાલ મીનાબેનનના દીકરાને સારવાર મળી ગઈ છે. પણ આ ઘટનાને પગલે આપણને સમજાય કે લોકો કેટલા લાચાર બની રહ્યા છે. અને હોસ્પિટલની કામગીરી પણ ઘણી શર્મસાર છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code