રાજકોટ: લોકડાઉનમાં નકલી પાસ બનાવવાનું કૌભાંડ, 11 લોકોની ધરપકડ

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યમાં કોરોનાને લઇને જાહેર કરાયેલા લોકડાઉનના પગલે ગઠિયાઓ અવનવી તરકીબો કરી લોકોને છેતરવાનું કામ કરે છે. રાજ્યના રાજકોટ શહેરમાં હજી ગઇકાલે જ એક બોગસ E-પાસનો પર્દાફાશ થયો હતો ત્યારે શહેરના ક્રાઇમ બ્રાંચે વધુ એક પાસ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
રાજકોટ: લોકડાઉનમાં નકલી પાસ બનાવવાનું કૌભાંડ, 11 લોકોની ધરપકડ

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યમાં કોરોનાને લઇને જાહેર કરાયેલા લોકડાઉનના પગલે ગઠિયાઓ અવનવી તરકીબો કરી લોકોને છેતરવાનું કામ કરે છે. રાજ્યના રાજકોટ શહેરમાં હજી ગઇકાલે જ એક બોગસ E-પાસનો પર્દાફાશ થયો હતો ત્યારે શહેરના ક્રાઇમ બ્રાંચે વધુ એક પાસ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકોટમાં વધુ એક પાસ કૌભાંડનો પર્દાફાશ થયો છે. શહેરના ક્રાઇમબ્રાંચે પાસ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં રૂપિયા 300માં એક પાસ વેચાણ કરાતો હોવાનું સામે આવ્યું છે. સ્ટૂડિયોમાં ફોટોશોપની મદદથી ડુપ્લિકેટ પાસ બનાવાતો હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે મુખ્ય આરોપી અમિત મોટવાણી સહિત 17 લોકોની ધરપકડ કરી છે. અત્યાર સુધી આરોપીઓએ કેટલાક પાસ વેચ્યા હોવાની કબૂલાત કરી છે.

લોકડાઉનના કારણે લોકોને વતનમાં પહોંચાડવા માટે સરકાર દ્વારા પાસ ઈશ્યૂ કરવામાં આવે છે. ત્યારે રાજકોટમાં શ્રમિકોને બોગસ પાસ કાઢી આપનાર ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. આ શખ્સો લોકો પાસેથી 4 હજાર રૂપિયા લઈને પાસ કાઢી આપવાની ખાતરી આપતા હતા. જેને લઇને પોલીસે દિપેન કોટેચા, સંજય મકવાણા અને ગૌરાંગ દવે નામના શખ્સોની અટકાયત કરી હતી. સંજય મકવાણા ઈ-પાસ કાઢીને આપવાના નામે રૂપિયા ઉઘરાવતો હતો. આરોપી સંજય મકવાણાએ વ્હોટ્સએપમાં સ્ટેટસ પણ રાખ્યુ હતુ. વોટ્સએપ પર દસ્તાવેજ મોકલીને સંજય પાસ કાઢી આપતો હતો.