રાજકોટ: ફાયરિંગ કરનાર PSI ચાવડાની ધકપકડ, માનવ વધનો ગુનો દાખલ

અટલ સમાચાર, ડેસ્ક રાજકોટમાં બુધવારે પોલીસ સ્ટેશનમાંથી થયેલા ફાયરિંગ મામલે અંતે એ ડિવિઝન પોલીસે પીએસઆઈ ચાવડાની ધરપકડ કરી છે. બુધવારે સાંજે રાજકોટના બસ સ્ટેશનમાં આવેલા પોલીસ ચોકીમાં પીએસઆઈની સર્વિસ રિવોલ્વરની ગોળી વાગતા હિમાંશુ ગોહેલ નામની વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક અને પીએસઆઇ ચાવડા છેલ્લા ઘણા સમયથી સંપર્કમાં હોવાનું પણ ખૂલ્યું છે. તો સાથે
 
રાજકોટ: ફાયરિંગ કરનાર PSI ચાવડાની ધકપકડ, માનવ વધનો ગુનો દાખલ

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટમાં બુધવારે પોલીસ સ્ટેશનમાંથી થયેલા ફાયરિંગ મામલે અંતે એ ડિવિઝન પોલીસે પીએસઆઈ ચાવડાની ધરપકડ કરી છે. બુધવારે સાંજે રાજકોટના બસ સ્ટેશનમાં આવેલા પોલીસ ચોકીમાં પીએસઆઈની સર્વિસ રિવોલ્વરની ગોળી વાગતા હિમાંશુ ગોહેલ નામની વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક અને પીએસઆઇ ચાવડા છેલ્લા ઘણા સમયથી સંપર્કમાં હોવાનું પણ ખૂલ્યું છે. તો સાથે જ બે દિવસ પૂર્વે પીએસઆઇ ચાવડા હિમાંશુના સ્પા સેન્ટર બહાર મળ્યા હોવાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે.

જો કે પીએસઆઈ ચાવડા ભૂલથી મિસફાયર થયું હોવાનું જ રટણ કરી રહ્યાં છે. ત્યારે આ ફાયરિંગની ઘટના પણ શંકા ઉપજાવનારી છે. ઘટનાની જાણ થતાં જ પીઆઈ, એસીપી, ડીસીપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ જ બનાવ શંકાસ્પદ જણાઈ આવે છે. ત્યારે પોલીસે સમગ્ર મામલે પીએસઆઇ ચાવડા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સહઅપરાધ મનુષ્ય વધની કલમ અંતર્ગત પીએસઆઇ ચાવડા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. તો સાથે જ પીએસઆઇ ચાવડાની સર્વિસ રિવોલ્વર પણ કબજે કરવામાં આવી છે. તો બીજી તરફ પરિવારજનોએ પણ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. સમગ્ર મામલે પરિવારજનોએ પોલીસ જ્યાં સુધી હત્યાનો ગુનો ન નોંધે ત્યાં સુધી લાશ ન સ્વીકારવાની વાત તેઓ કરી રહ્યાં છે.