રાજકોટ: હાર્દિકનો હુંકાર, 7 દિવસમાં સંપૂર્ણ પાક વીમો નહિ ચુકવાય તો આંદોલન

અટલ સમાચાર, રાજકોટ ગુજરાત કોંગ્રેસનાં નેતા હાર્દિક પટેલ આજે રાજકોટનાં યાર્ડનાં વેપારી આગેવાનો અને કિસાન સંઘનાં આગેવાનો મળ્યાં હતાં. જ્યાં ગુજરાત સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવતા જણાવ્યું કે, ખેડૂતોનાં પાકને નુકસાન થયું છે, અને આ માટે યોગ્ય વળતર નહીં મળે તો ખેડૂતો માટે ઉગ્ર આંદોલન કરવું પડશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપી દેવું જોઇએ. गुजरात में
 
રાજકોટ: હાર્દિકનો હુંકાર, 7 દિવસમાં સંપૂર્ણ પાક વીમો નહિ ચુકવાય તો આંદોલન

અટલ સમાચાર, રાજકોટ

ગુજરાત કોંગ્રેસનાં નેતા હાર્દિક પટેલ આજે રાજકોટનાં યાર્ડનાં વેપારી આગેવાનો અને કિસાન સંઘનાં આગેવાનો મળ્યાં હતાં. જ્યાં ગુજરાત સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવતા જણાવ્યું કે, ખેડૂતોનાં પાકને નુકસાન થયું છે, અને આ માટે યોગ્ય વળતર નહીં મળે તો ખેડૂતો માટે ઉગ્ર આંદોલન કરવું પડશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપી દેવું જોઇએ.

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ખેડૂતોનાં પ્રશ્નો અંગે વાત કરતા જણાવ્યું કે, ‘મુખ્યમંત્રી, કૃષિમંત્રી સૌરાષ્ટ્રનાં છે પરંતુ કોઇ મંત્રીએ સૌરાષ્ટ્રનાં ખેડૂતોને નુકસાન થયું તે બાદ તેમના મળ્યાં પણ નથી. ત્રણ-ત્રણવાર ખેડૂતોને નુકસાન થયું છે. તેથી ખેડૂતોને તાત્કાલિક પાક વીમો આપવામાં આવે. જો આવું નહીં થાય તો અમે ખેડૂતો સાથે મળીને આંદોલન કરીશું. આ સરકાર ખેડૂતો સાથે મઝાક કરી રહી છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું કે, ‘ જો સરકાર ખેડૂતોને તરત મદદ નહીં કરે તો પ્રતિક ઉપવાસ કરીશું. ગામડે ગામડે જઇને ખેડૂતોને ભેગા કરીશું અને મોટું આંદોલન કરવામાં આવશે. અમે ખેડૂતોનો અવાજ બનવા પ્રયાસ કરી રહ્યાં છીએ. મગફળી અને કપાસમાં સંપૂર્ણ નુકશાન છે તો વિનંતી છે કે, જલ્દીથી સંપૂર્ણ પાક વિમો આપવામાં આવે. જો 7 દિવસમાં પાક વિમો નહીં આપવામાં આવે તો ખેડૂત આંદોલન થશે.