રાજકોટઃ PM મોદીએ વીડિયો કોન્ફરન્સથી AIIMSનું ખાતમુહૂર્ત કર્યું, આ સુવિધાઓ હશે

અટલ સમાચાર, ડેસ્ક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતની પહેલી AIIMS હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી વિજય રુપાણી, ઉપ મુખ્યમંત્રી નીતિન પટલે ઉપસ્થિત રહેશે. 1195 કરોડના ખર્ચે ખંઢેરી પાસે 2022 સુધીમાં AIIMS હોસ્પિટલ બનીને તૈયાર થશે. PM modi એ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટ AIIMSનું ખાતમૂહુર્ત કર્યુ હતુ. અને વડાપ્રધાને વધુમાં જણાવ્યું
 
રાજકોટઃ PM મોદીએ વીડિયો કોન્ફરન્સથી AIIMSનું ખાતમુહૂર્ત કર્યું, આ સુવિધાઓ હશે

અટલ સમાચાર, ડેસ્ક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતની પહેલી AIIMS હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી વિજય રુપાણી, ઉપ મુખ્યમંત્રી નીતિન પટલે ઉપસ્થિત રહેશે. 1195 કરોડના ખર્ચે ખંઢેરી પાસે 2022 સુધીમાં AIIMS હોસ્પિટલ બનીને તૈયાર થશે.

PM modi એ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટ AIIMSનું ખાતમૂહુર્ત કર્યુ હતુ. અને વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતુ કે, મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વધુ એક કડી જોડાઇ, ગુજરાતની સાથે દેશના લોકોને લાભ મળશે, સ્વાસ્થ્ય જ સંપત્તિ છે

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

Pm Modiએ જણાવ્યું હતુ કે, લાખો ડોક્ટર્સ, હેલ્થવર્કર્સને યાદ કરવા જોઇએ એટલું જ નહીં પરંતુ સફાઇકર્મીઓ, ફ્રન્ટલાઇન કોરોના યોદ્ધાને યાદ કરવા જોઇએ. કારણ કે તેમણે તેમના જીવનને દાવ પર લગાવી માનવતાની સેવા કરી છે. આ કર્તવ્યપથ પર અનેક લોકોએ બલિદાન આપ્યાં છે તમામ લોકોને હું નમન કરુ છું. કોરોનાકાળમાં ગરીબો સુધી લોકોએ ભોજન સહિતની સુવિધા પહોંચાડી, મુશ્કેલીના સમયે દરેક વ્યક્તિએ એકતાની ભાવના દર્શાવી તે બદલ હું જનતાનો પણ આભારી છું.

રાજકોટના ખંઢેરી પાસે તૈયાર થશે રાજ્યની સૌ પ્રથમ એઈમ્સ હોસ્પિટલ
201 એકર જમીનમાં નિર્માણ થવાની છે આ હોસ્પિટલ
નિર્માણ પાછળ થશે અંદાજિત 1 હજાર 195 કરોડ રૂપિયાનો ખર્ચે
2022 સુધીમાં તૈયાર થાય તેવી શક્યતા
એઈમ્સ બન્યા બાદ રાજ્યમાં આરોગ્ય ક્ષેત્ર મોટી ક્રાંતિ આવશે
ઉચ્ચ ગુણવત્તા યુક્ત સુવિધાઓ દર્દીઓને મળશે
અમદાવાદ સિવિલ બાદ રાજ્યમાં બીજી મોટી હોસ્પિટલ તૈયાર થશે
ખાસ સૌરાષ્ટ્રના દર્દીઓને ગંભીર બીમારી માટે અમદાવાદ લાંબા નહીં થવું પડે
સૌરાષ્ટ્ર દર્દીઓને ઘર આંગણે જ મળી રહેશે શ્રેષ્ઠ સુવિધા
એઈમ્સ માટે છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી માગણી
વડોદરા અને રાજકોટ વચ્ચે હતી હરીફાઈ

એઈમ્સમાં કેવી હશે સુવિધાઓ?

કેન્દ્રીય હોસ્પિટલમાં માત્ર 10 રૂપિયામાં થશે તમામ નિદાન
દર્દીઓ માટે બેડનું ભાડું સાવ સામાન્ય 35 રૂપિયા હશે
હોસ્પિટલમાં દાખલ દર્દી અને તેના સગાને માત્ર 375 રૂપિયામાં મળશે ભોજન
10 દિવસ સુધી 375 રૂપિયામાં બે લોકોને મળશે ભોજન
જે ગંભીર બીમારીના ઈજેક્શન કે જેની કિંમત 13 હજાર છે તે માત્ર 800માં મળશે
કેન્સરના 202 અને હૃદયરોગના 186 પ્રકારના ડ્રગ મળશે
OPDથી માંડીને સર્જરી સુધીની કામગીરી એકદમ યોજનાબધ્ધ રીતે થશે
ઓનલાઈન એપોઈન્ટમેન્ટથી લાઈનમાં નહીં રહેવું પડે ઉભા
750થી વધુ બેડની હશે અત્યાઆધુનિક સુવિધા
સેલિબ્રિટી અને શ્રેષ્ઠીઓ માટે પ્રાઈવેટ વોર્ડની હશે સુવિધા
પ્રાઈવેટ વોર્ડ અનેક લક્ઝુરિયસ સુવિધાથી હશે સજ્જ
પ્રાઈવેટ વોર્ડનું સામ મામુલી 2થી 3 હજાર રૂપિયા હશે ભાડુ
એઇમ્સ સૌથી ઊંચી કક્ષાની મેડિકલ કોલેજ
દેશ વિદેશના ખ્યાતનામ તબીબો રાજકોટમાં સુશ્રુષા કરતા જોવા મળશે.