રાજકોટ: વિદેશથી આવેલી યુવતી હોમ કોરોન્ટાઇનમાંથી થઈ ફરાર, પોલીસ ફરિયાદ

અટલ સમાચાર, ડેસ્ક રાજકોટમાં શિકાગોથી આવેલ યુવતી હોમ કોરોન્ટાઇનમાંથી ફરાર થઈ ગઈ હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ યુવતીને રાજકોટના અમીન માર્ગ પર આવેલ કિંગ્સ હાઇટ્સના ઘરે હોમ કોરોન્ટાઇન કરવામાં આવી હતી. આ મામલે પોલીસને તપાસ સોંપવામાં આવી છે. હાલમાં તો આ યુવતી સામે માલવીયાનગરમાં IPC 269, 270, 271 અને 188 તેમજ એપિડેમીક ડિસીઝ એક્ટ 1897ની
 
રાજકોટ: વિદેશથી આવેલી યુવતી હોમ કોરોન્ટાઇનમાંથી થઈ ફરાર, પોલીસ ફરિયાદ

 અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટમાં શિકાગોથી આવેલ યુવતી હોમ કોરોન્ટાઇનમાંથી ફરાર થઈ ગઈ હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ યુવતીને રાજકોટના અમીન માર્ગ પર આવેલ કિંગ્સ હાઇટ્સના ઘરે હોમ કોરોન્ટાઇન કરવામાં આવી હતી. આ મામલે પોલીસને તપાસ સોંપવામાં આવી છે. હાલમાં તો આ યુવતી સામે માલવીયાનગરમાં IPC 269, 270, 271 અને 188 તેમજ એપિડેમીક ડિસીઝ એક્ટ 1897ની કલમ 3 હેઠળ ફરિયાદ નોંધાઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં કોરોના વાયરસને કારણે હાહાકાર મચી ગયેલો છે જેને કારણે ગુજરાતમાં 48 પોઝિટિસ કેસ સામે આવ્યાં છે. ગઈકાલે સાંજે રાજકોટમાં પોઝિટિસ કેસ સામે આવ્યાં હતાં. જ્યારે કોરોનાના કારણે ગુજરાતમાં 3 લોકોનાં મોત નિપજ્યાં છે.