રાજકોટ: અનલૉક 6માં પોલીસે માસ્ક ન પહેરનાર પાસેથી 3 કરોડનો દંડ વસુલ્યો

અટલ સમાચાર, ડેસ્ક કોરોના સંક્રમણ વધવાના કારણે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ચાર મહાનગરો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં રાત્રી કર્ફ્યૂં લાદી દેવામાં આવ્યો છે. રાત્રી કર્ફ્યૂંનો સમય તમામ શહેરોમાં રાતના 9 વાગ્યાથી લઈ સવારના 6 વાગ્યા સુધીનો રહે છે. ત્યારે ગત રાત્રી કર્ફ્યૂંમાં પોલીસે 180 જેટલા ગુના કર્ફ્યૂં ભંગના નોંધ્યા છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર
 
રાજકોટ: અનલૉક 6માં પોલીસે માસ્ક ન પહેરનાર પાસેથી 3 કરોડનો દંડ વસુલ્યો

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના સંક્રમણ વધવાના કારણે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ચાર મહાનગરો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં રાત્રી કર્ફ્યૂં લાદી દેવામાં આવ્યો છે. રાત્રી કર્ફ્યૂંનો સમય તમામ શહેરોમાં રાતના 9 વાગ્યાથી લઈ સવારના 6 વાગ્યા સુધીનો રહે છે. ત્યારે ગત રાત્રી કર્ફ્યૂંમાં પોલીસે 180 જેટલા ગુના કર્ફ્યૂં ભંગના નોંધ્યા છે.

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા અનલૉક પાર્ટ 7 ને લઇ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તો સાથે જ અનલૉક પાર્ટ 6 અંતર્ગત પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીનો રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત અનલૉક પાર્ટ 6ની અંદર પોલીસ દ્વારા માસ્કના ભંગ બદલ 3 કરોડ જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તો સાથે સાથે જાહેરનામાં ભંગના 1729 ગુના નોંધવામાં આવ્યા છે. 2530 જેટલા વાહનો ડીટેઇન કરવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મીડિયા સાથેની વાતચીતમાં રાજકોટ શહેરના ડીસીપી પ્રવિણકુમાર મીનાએ જણાવ્યું હતું કે લોકડાઉન તેમજ અનલોક અંતર્ગત રાજકોટ શહેર પોલીસ દ્વારા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. જે બાબતની નોંધ ખુદ ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા સાહેબ દ્વારા લેવામાં આવી છે. તમામ વિસ્તારોમાં સૌથી વધુ માસ્કના ભંગ, દંડ, જાહેરનામાં ભંગના ગુના, વાહન ડીટેઈનની કામગીરી સૌથી વધુ રાજકોટ પોલીસની રહી છે. તો સાથે સાથે રાત્રી કર્ફ્યૂં દરમિયાન રાજકોટ પોલીસ દ્વારા જરૂરિયાતમંદોને સરકારી વાહનમાં બેસાડી તેમને ઘરે પણ પહોંચાડવામાં આવે છે.