રાજકોટ: આર્થિક સંકડામણ અને વ્યાજખોરોના ત્રાસથી સરપંચે આત્મહત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક રાજકોટ જિલ્લાના કોટડા સંઘાણી તાલુકાના મોટા માંડવા ગામે સરપંચે આત્મહત્યા કરતા ચકચાર મચી છે. અશોક પટેલ નામના સરપંચે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. જેમાં ચોંકવનારો ખુલાસો થયો છે કે, વ્યાજખોરોના ત્રાસથી કંટાળી સરપંચ આત્મહત્યા કરી છે. આર્થિક સંકડામણ અને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને તેઓએ આત્મહત્યા કરી હોવાનો સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.
 
રાજકોટ: આર્થિક સંકડામણ અને વ્યાજખોરોના ત્રાસથી સરપંચે આત્મહત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટ જિલ્લાના કોટડા સંઘાણી તાલુકાના મોટા માંડવા ગામે સરપંચે આત્મહત્યા કરતા ચકચાર મચી છે. અશોક પટેલ નામના સરપંચે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. જેમાં ચોંકવનારો ખુલાસો થયો છે કે, વ્યાજખોરોના ત્રાસથી કંટાળી સરપંચ આત્મહત્યા કરી છે. આર્થિક સંકડામણ અને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને તેઓએ આત્મહત્યા કરી હોવાનો સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરી પોલીસે ગુનો નોંધ્યો છે. તો સ્યૂસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, શુક્રવારે બપોરે મોટા માંડવાના વાડી વિસ્તારમાં રહેતા સરપંચ અશોક પટેલે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી હતી. નાનકડા ગામના સરપંચ અશોક પટેલે ઝેરી દવા પી લીધા બાદ તેમના સ્નેહીજનોને જાણ કરી હતી. જેથી તેઓ તાત્કાલિક તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈને ગયા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ અશોક પટેલનું મોત નિપજ્યું હતું.