રાજકોટ: મકાન અને દુકાન લઈ લેવાની લાલચે, પુત્ર-પુત્રવધૂએ પિતાને ઢોર માર માર્યો

અટલ સમાચાર, ડેસ્ક રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે પિતાએ પોતાના પુત્રને નામ આપ્યું, ઓળખ આપી તે જ પુત્રએ પોતાના પિતાને કહ્યુ કે, “કુપનમાંથી તારું નામ પણ નીકળી જશે, તારી સીટી વગાડી નાખવી છે. રમેશભાઇ મેઘજીભાઈ રાઠોડ નામના 62 વર્ષીય વૃદ્ધે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, “હું મારી પત્ની ઇલા, નાનો પુત્ર
 
રાજકોટ: મકાન અને દુકાન લઈ લેવાની લાલચે, પુત્ર-પુત્રવધૂએ પિતાને ઢોર માર માર્યો

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે પિતાએ પોતાના પુત્રને નામ આપ્યું, ઓળખ આપી તે જ પુત્રએ પોતાના પિતાને કહ્યુ કે, “કુપનમાંથી તારું નામ પણ નીકળી જશે, તારી સીટી વગાડી નાખવી છે. રમેશભાઇ મેઘજીભાઈ રાઠોડ નામના 62 વર્ષીય વૃદ્ધે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, “હું મારી પત્ની ઇલા, નાનો પુત્ર ભાવેશ અને તેની પત્ની પૂજા સાથે એક ઘરમાં સાથે રહીએ છીએ. મારા મકાનના આગળના ભાગમાં ખોડીયાર કોલ્ડડ્રિંક્સ નામની દુકાન છે, મારો પુત્ર અને તેની પત્ની મકાનના ઉપરના માળે રહે છે.

 

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મારા પુત્ર ભાવેશ અને તેની પત્ની પૂજાએ મારું મકાન અને મારી દુકાન લઈ લેવી હોવાથી બંને મને અવારનવાર શારીરિક-માનસિક ત્રાસ આપે છે, ભૂંડી ગાળો બોલે છે. ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી પણ આપે છે. ક્યારેક જાનથી મારી નાખવાની ધમકી પણ આપે છે. ગત 29મી જાન્યુઆરીના રોજ સવારે મારી પુત્રવધૂએ મને પકડી રાખ્યો હતો, જ્યારે મારા પુત્ર ભાવેશે મને ઢીકાપાટુનો મારમાર્યો હતો. મારા કપડાં પણ ફાડી નાખ્યા હતા. સમગ્ર બનાવની આસપાસના લોકોને જાણ થતા તેઓ એકઠા થઈ ગયા હતા અને પડોશમાં રહેતા મારા બહેન ઈન્દુબેન તેમજ બનેવી ધીરુભાઈએ મધ્યસ્થી કરતા મારા પુત્રએ મને છોડ્યો હતો. બીજી તરફ મને ઢોર માર માર્યા બાદ મારી પુત્રવધૂ પૂજાએ 181 મહિલા હેલ્પ લાઇનમાં મદદ માંગી હતી તેમજ અમને હેરાન કરવા માટે સખી વનસ્ટોપ સેન્ટર સિવિલ હૉસ્પિટલ ખાતે લઇ ગયા હતા.”

31મી જાન્યુઆરીના રોજ સવારના સમયે મારા પુત્ર ભાવશે મારી સાથે મારઝૂડ કરી હતી અને મને દુકાનની બહાર કાઢી નાખ્યો હતો. ભાવેશે મને કહ્યુ હતુ કે તારી સીટી વગાડી નાખવી છે. તેમજ કુપનમાંથી તારું નામ પણ નીકળી જશે, એવી ધમકી પણ આપી હતી. મારો પુત્ર ભાવેશ બે વખત પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ચોપડે પણ ચડી ચૂક્યો છે.” આ સમગ્ર મામલે હાલ ભક્તિનગર પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.