File Photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, રાજકોટ

રાજકોટમાં તા.૭મી નવેમ્બર ભારત-બાંગ્લાદેશ વચ્ચે રમાનારા ટી-૨૦ શ્રોણીના બીજા મેચ માટે તા.૪ના બન્ને ટીમો રાજકોટ આવી છે. રાજકોટમાં બાંગ્લાદેશની પ્રથમ વખત ક્રિકેટ મેચ રમવાની છે. તા. ૩ના દિલ્હીમા પ્રથમ ટી-૨૦ મેચમાં ભારત હારતા હવે રાજકોટની મેચ જીતવી જરૂરી બની છે. તા.૪ના બંને ટીમો દિલ્હીથી ચાર્ટર્ડ ફ્લાઈટમાં બપોરે ૧૨-૪૫ વાગે રાજકોટ પહોંચી હતી. તા.પ અને તા. ૬ના બાંગ્લાદેશની ટીમ પ્રથમ સેશનમાં સવારે ૧૦ થી ૧ અને ટીમ ઈન્ડિયા બીજા સેશનમાં બપોરે ર થી પ નેટ પ્રેક્ટીસ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહા વાવાઝોડાની અસરથી વાતાવરણમાં પલ્ટો આવતા મોસમનો રૂખ ઉપર મેચનો મદાર છે.રાજકોટમા આ ત્રીજો ટી-૨૦ મુકાબલો છે. ભારત ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ જીત્યુ હતુ જ્યારે ન્યૂઝિલેન્ડ વિરૂધ્ધ પરાજ્ય થયેલો. બાંગ્લાદેશ સામે વર્તમાન શ્રોણી પૂર્વેનો ભારતનો ટી-૨૦નો ટ્રેક રેકોર્ડ જોઈએ તો તમામ આઠે’ય મેચો ભારતે જીતી છે.

જો કે હવે બાંગ્લાદેશ અપસેટ સર્જી શકે તેવી અનુભવી ટીમ છે તેવું કેપ્ટન રોહિત શર્મા ખુદ માને છે. રાજકોટમા વિરાટ કોહલીની ખોટ દર્શકોને સહન કરવી પડશે. રવિન્દ્ર જાડેજા પણ મેચમા નથી. રાજકોટમા રમાનાર મેચમા રોહિત શર્મા ઉપરાંત શિખર ધવન, કે એલ રાહુલ, રિશભ પંત આકર્ષણનું કેન્દ્ર બનશે. બાંગ્લાદેશની કપ્તાની મહમદુલ્લા સંભાળશે.

10 Aug 2020, 2:25 AM (GMT)

COVID-19 Global Stats

20,022,265 Total Cases
733,971 Death Cases
12,897,799 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code