રાજકોટઃ ગોંડલની સબજેલને જલસા જેલ બનાવનાર નાસતો-ફરતો જેલર ઝડપાયો

અટલ સમાચાર, ડેસ્ક આશરે બે માસ પહેલા ગોંડલની સબજેલ ખાતે ગાંધીનગર અને અમદાવાદની જડતી સ્કોડે દરોડા પાડ્યા હતા. નિખિલ દોંગા સાથે અન્ય બહારના 8થી 10 લોકો બગીચાના ગ્રાઉન્ડમાં કુંડાળુ વળી ખાણીપીણીની મોજ માણી રહ્યાનું બહાર આવ્યું હતું અને ત્યારથી જેલર ડી કે પરમાર વિરુદ્ધ કેદીઓને સુવિધા પૂરી પાડવાના આરોપો લાગવાના શરૂ થયા હતા. અટલ સમાચાર
 
રાજકોટઃ ગોંડલની સબજેલને જલસા જેલ બનાવનાર નાસતો-ફરતો જેલર ઝડપાયો

અટલ સમાચાર, ડેસ્ક

આશરે બે માસ પહેલા ગોંડલની સબજેલ ખાતે ગાંધીનગર અને અમદાવાદની જડતી સ્કોડે દરોડા પાડ્યા હતા. નિખિલ દોંગા સાથે અન્ય બહારના 8થી 10 લોકો બગીચાના ગ્રાઉન્ડમાં કુંડાળુ વળી ખાણીપીણીની મોજ માણી રહ્યાનું બહાર આવ્યું હતું અને ત્યારથી જેલર ડી કે પરમાર વિરુદ્ધ કેદીઓને સુવિધા પૂરી પાડવાના આરોપો લાગવાના શરૂ થયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતના અનેક શહેરોમાં હવાલા કબાલા કરનાર અને હાલ ગુજસીટોક કાયદા હેઠળ ધરપકડ થયેલા નિખિલ દોંગા ગેંગ માટે ગોંડલની સબજેલને જલસા જેલ બનાવવાના ગુનામાં છેલ્લા એક માસથી નાસતા-ફરતા જેલર ડીકે પરમારની ગોંડલ સિટી પોલીસે શહેરમાંથી ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પ્રાપ્ત વિગતો મુજબ નિખિલ દોંગા અને તેના 12થી વધુ સાગરીતો ઉપર પોલીસ તંત્રે ગુજસીટોકનો કોરડો વીંઝી ધડાધડ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલ સબજેલને નિખિલ દોંગા ગેંગ માટે જલસા જેલ બનાવનાર જેલર ડી કે પરમારનું નામ ખુલતાં જ તેના પગ તળેની જમીન ખસી જવા પામી હતી.