રાજકોટઃ એસટી-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, યુવક-યુવતીનું મોત

અટલ સમાચાર, ડેસ્ક કોરોના સેકટ વચ્ચે અકસ્માતનું સૌથી મોટુ સંકટ હટવાનું નામ નથી લેતું તેવામાં ધોરાજી-જૂનાગઢ હાઇવે પર એસ.ટી.બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ એક યુવતીનું મોત થયું હતું. આ પછી એક યુવકનું પણ મોત થયું છે. આમ, આ ગમખ્વાર અકસ્માતે બે લોકોનો ભોગ લીધો છે. જ્યારે અન્ય બે
 
રાજકોટઃ એસટી-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, યુવક-યુવતીનું મોત

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના સેકટ વચ્ચે અકસ્માતનું સૌથી મોટુ સંકટ હટવાનું નામ નથી લેતું તેવામાં ધોરાજી-જૂનાગઢ હાઇવે પર એસ.ટી.બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ એક યુવતીનું મોત થયું હતું. આ પછી એક યુવકનું પણ મોત થયું છે. આમ, આ ગમખ્વાર અકસ્માતે બે લોકોનો ભોગ લીધો છે. જ્યારે અન્ય બે લોકોને 108ની મદદથી ધોરાજી સિવિલ હોસ્પિટલે ખસેડાયા છે. તેમજ એસટી બસમાં બેઠેલા 20 જેટલા મુસાફરોને પણ નાની-મોટી ઇજાહ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ અંગે મળતી વિગતો પ્રમાણે જૂનાગઢથી જામનગર જતી એસ.ટી. બસ અને ઇન્ડિકા કાર વચ્ચે ધોરાજીના તોરણીયા પાટીયા પાસે અકસ્માત થયો હતો. કાર ચાલક જેતપુરના હોય એવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.