રાજપૂતો@મહેસાણા: આંદોલનમાં થયેલ કેસો પરત ખેંચો, નહિ તો ચુંટણીમાં જોશું

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા ખાતે પદ્માવતી ફીલ્મનો વિરોધમાં જે ખોટા કેસો પોલીસ દ્રારા રાજપૂત સમાજના યુવાનો ઉપર થયા હતા તે પરત ખેંચવા માટે સમાજ દ્રારા નાયબ કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. આ પ્રસંગે વકીલ જે.બી.ચાવડા, મખવાન અશોકસિંહ મગુના, અરુણસિંહ મહુડી, રાઠોડ બળદેવસિંહ તથા રાજપૂત સમાજના અનેક યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવેદનપત્રમાં
 
રાજપૂતો@મહેસાણા: આંદોલનમાં થયેલ કેસો પરત ખેંચો, નહિ તો ચુંટણીમાં જોશું

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા ખાતે પદ્માવતી ફીલ્મનો વિરોધમાં જે ખોટા કેસો પોલીસ દ્રારા રાજપૂત સમાજના યુવાનો ઉપર થયા હતા તે પરત ખેંચવા માટે સમાજ દ્રારા નાયબ કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. આ પ્રસંગે વકીલ જે.બી.ચાવડા, મખવાન અશોકસિંહ મગુના, અરુણસિંહ મહુડી, રાઠોડ બળદેવસિંહ તથા રાજપૂત સમાજના અનેક યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવેદનપત્રમાં જણાવાયુ છે કે, જો આંદોલન વખતના કેસો પરત ખેંચવામાં નહિ આવે તો સરકારને આવનારી ચુંટણીમાં પરિણામ ભોગવવું પડશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણામાં ગત દિવસોએ પદ્માવતી ફિલ્મના વિરોધ સમયે સમાજના યુવાનો ઉપર ખોટો પોલીસ કેસ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે નાયબ કલેક્ટર પ્રદિપસિંહને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. જેમાં જણાવાયુ છે કે, ગત દિવસોએ રાજપૂત કરણીસેના કાલવીબાપુ અને રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજસિંહ શેખાવતબાપુના અધ્યક્ષ સ્થાને વિરોધનો કાર્યક્રમ યોજાયો હતો. આ સમયે કેટલાક અસામાજીક તત્વોએ વિરોધ પ્રદર્શનની આડમાં તોડફોડ કરી હતી. જેને લઇ ગુજરાત સરકારે ભયમાં આવી રાજપૂત સમાજના લબરમુછીયા યુવાનો ઉપર ખોટા ગુન્હાઓ દાખલ કરી અને પાછળથી ધરપકડો કરી જેલ હવાલે કરવામા આવ્યા હતા.

સમાજના આગેવાનોએ આક્રોશ સાથે આવેદનપત્રમાં જણાવ્યુ છે કે, અનેકવાર રાજ્ય સરકાર તેમજ જીલ્લા અને તાલુકા મથકોએ કેસો થયેલા પરત ખેચવા માટે આવેદનપત્રો આપવામા આવ્યા છે. પરંતુ આજદિન સુધી કેસો પરત ખેંચવામાં આવ્યા નથી. ચુંટણી સમયે સરકાર દ્રારા બાંહેધરી આપવામા આવી હતી કે, રાજપૂત સમાજ અમને સાંસદસભાના ચુંટણીમા સમર્થન આપે તો કેસા પરત ખેચીશુ. જોકે આ વાતને પણ મહિનાઓ વિતી જવા છતાં આજદીન સુધી સરકારે આ બાબતે તસ્દી લીધી નથી અને કેસો પરત પણ ખેંચ્યા નથી. આ સાથે સમાજ દ્રારા ચિમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો રાજપૂત સમાજના યુવાનો ઉપર કરવામા આવેલા ખોટા કેસો પરત નહી ખેચવામા આવે તો, હવે પછી ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં માઠાં પરિણામ ભોગવવા સરકાર તૈયારી રાખે.