કૃષિ વિધેયક બીલથી ખેડૂતો સમૃદ્ધ થશે : સાંસદ જુગલજી ઠાકોર

ખેડૂતો પોતાની કૃષિ ઉપજનો ભાવ પોતે નક્કી કરી શકશે, ખેડૂતો માટે આ બિલમાં નુકસાન જાય એવું કંઈ જ નથી: જુગલજી ઠાકોર કોઇપણ વેપારી, કંપની ખેડૂતની જમીન પર હક દાવો કરી શકશે નહીં અટલ સમાચાર, મહેસાણા ( અજિતસિંહ જાડેજા) ખેડૂતોને સમૃદ્ધ બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ની સરકાર દ્વારા લવાયેલા ઐતિહાસિક કૃષિ સુધારા બિલ અંગે ખેડૂતોને
 
કૃષિ વિધેયક બીલથી ખેડૂતો સમૃદ્ધ થશે : સાંસદ જુગલજી ઠાકોર

ખેડૂતો પોતાની કૃષિ ઉપજનો ભાવ પોતે નક્કી કરી શકશે, ખેડૂતો માટે આ બિલમાં નુકસાન જાય એવું કંઈ જ નથી:  જુગલજી ઠાકોર

કોઇપણ વેપારી, કંપની ખેડૂતની જમીન પર હક દાવો કરી શકશે નહીં

અટલ સમાચાર, મહેસાણા ( અજિતસિંહ જાડેજા)

ખેડૂતોને સમૃદ્ધ બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ની સરકાર દ્વારા લવાયેલા ઐતિહાસિક કૃષિ સુધારા બિલ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપતા રાજ્ય સભાના સાંસદ જુગલજી ઠાકોર એ જણાવ્યું હતું કે આ કૃષિ વિધેયક બિલથી ખેડૂતો સમૃદ્ધ થશે, ખેડૂત સમૃદ્ધ થશે તો ગામડા અને ગામડા સમ્રુદ્ધ થશે તો દેશ સમૃદ્ધ થશે, મહેસાણા જિલ્લાના યાત્રાધામ પાલોદર ગામે બુધવારે ખેડૂતોને જુગલજી ઠાકોર દ્વારા માર્ગદર્શન આપી કૃષિવિધેયક બીલના ફાયદા જણાવ્યા હતા.


સાંસદ જુગલજી ઠાકોર એ જણાવ્યું હતું કે કૃષિ વિધેયક બિલથી ખેડૂતો સમૃદ્ધ થશે ખેડૂતો પોતાની કૃષિ ઊપજનો ભાવ પોતે નક્કી કરી શકશે. કોઇપણ વેપારી કે કંપની ખેડૂતની જમીન પર હક દાવો કરી શકશે નહીં, વેપારી કરાર ભંગ કરશે તો ખેડૂતોને નુકસાન નહીં થાય, ખેડૂતો અને વેપારીઓ વચ્ચે કરાર થયા બાદ જો વેપારી ફરી જશે તો પણ ખેડૂતોને નુકસાન નહી જાય, તેમનો પાક માર્કેટ યાર્ડ માં જઈને વેચી શકશે અને કરાર મુજબ જો 40000 નો માલ વેચયો હશે અને ૬૦,૦૦૦ નુકસાન આવ્યું હશે તો ખેડૂત પ્રાંત કચેરીમાં આ બાબતે રજૂઆત કરી શકશે અને તેને ૩૦ દિવસમાં તેને નુકસાનીનું વળતર મળી જશે એટલે ખેડૂતો માટે આ બિલમાં નુકસાન જાય એવું કંઈ જ નથી, જેથી ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી, કોઇપણ વેપારી, કંપની ખેડૂતની જમીન પર હક દાવો કરી શકશે નહીં.

 

દેશનો ખેડૂત સ્વતંત્ર અને સશક્ત બને તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં બિલ પાસ કરવામાં આવ્યું છે, કેટલાંક રાજ્યોમાં આ બિલનો વિરોધ કરાઇ રહ્યો છે ત્યારે ખેડૂતોને આ બીલ ના ફાયદા જણાવવા ગામેગામ ખેડૂતો સાથે સંપર્ક કરી ભાજપના નેતાઓ દ્વારા ચર્ચા કરી ખેડૂતોને સમજાવવામાં આવી રહ્યા છે મહેસાણા જિલ્લામાં પણ ભાજપના પદાધિકારીઓ અને નેતાઓ દ્વારા માર્ગદર્શન અપાયું રહ્યું છે ,બુધવારે રાજ્યસભાના સાંસદ જુગલજી લોખંડવાલા દ્વારા યાત્રાધામ પાલોદર ગામ માં જોગણી માના ચોકમા ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા લવાયેલા કૃષિ વિધેયક બિલ ના ફાયદા જણાવવામાં આવ્યા હતા, જુગલજીએ ચોસઠ જોગણી માતાજીના દર્શન કરી આશીર્વાદ પણ મેળવ્યા હતા.

કૃષિ વિધેયક બીલથી ખેડૂતો સમૃદ્ધ થશે : સાંસદ જુગલજી ઠાકોર

આ પ્રસંગે સાંસદ જુગલજી લોખંડવાલાની સાથે મહેસાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપ અગ્રણી બાબુજી ઠાકોર , મહિલા મોરચાના ઉષાબેન પટેલ, અગ્રણી દશરથજી ઠાકોર, સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના કાર્યકરો , યુવા અગ્રણી ધર્મેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા, જોગમાયા યુવા સંગઠનના હોદ્દેદારો, પાલોદર ગ્રામ પંચાયતના સરપંચ વિનુભાઈ પટેલ સહિત ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.