રામ જન્મભૂમિઃ બાબરી મસ્જિદના વિવાદીત મૂળીયા અહીથી ઉગ્યા

અટલ સમાચાર, ડેસ્ક અયોધ્યાને રામની જન્મભૂમિ માનવામાં આવે છે એટલે હિન્દુઓનો દાવો છે કે અહીં પહેલા મંદિર હતુ જેને તોડીને મસ્જિદ બનાવાઈ હતી. જ્યારે મુસ્લિમો એનાથી ઉલ્ટું કહે છે. એવુ માનવામાં આવે છે કે મોગલ શાસક બાબરના સેનાપતિ મીર બાકીએ અયોધ્યામાં આ મસ્જિદનું નિર્માણ કર્યુ હતુ અને તેને પોતાના બાદશાહના નામ પરથી બાબરી મસ્જિદ નામ
 
રામ જન્મભૂમિઃ બાબરી મસ્જિદના વિવાદીત મૂળીયા અહીથી ઉગ્યા

અટલ સમાચાર, ડેસ્ક

અયોધ્યાને રામની જન્મભૂમિ માનવામાં આવે છે એટલે હિન્દુઓનો દાવો છે કે અહીં પહેલા મંદિર હતુ જેને તોડીને મસ્જિદ બનાવાઈ હતી. જ્યારે મુસ્લિમો એનાથી ઉલ્ટું કહે છે. એવુ માનવામાં આવે છે કે મોગલ શાસક બાબરના સેનાપતિ મીર બાકીએ અયોધ્યામાં આ મસ્જિદનું નિર્માણ કર્યુ હતુ અને તેને પોતાના બાદશાહના નામ પરથી બાબરી મસ્જિદ નામ આપ્યુ હતું.

બાબર 1526માં ભારતમાં આવ્યો હતો. અને 1528 સુધીમાં તેનુ સામ્રાજ્ય અવધ (હાલમાં અયોધ્યા) સુધી પહોંચી ગયું હતું. ત્યાર પછીના લગભગ ત્રણ સદીના ઈતિહાસમાં આ બાબતની કોઈ માહિતી નથી. ત્યાર પછી 6 ડીસેમ્બર 1992ની તારીખ ઈતિહાસના પાનાઓમાં નોંધાઈ ગઈ. તે દિવસે હજારોની સંખ્યામાં કારસેવકોએ અયોધ્યા પહોંચીને બાબરી મસ્જિદ પાડી નાખી હતી અને એક અસ્થાયી રામ મંદિર બનાવી દીધુ હતુ. ત્યાર પછી આખા દેશમાં કોમી રમખાણો થયા હતા જેમાં 2000 લોકોના મોત થયા હતા.

અયોધ્યા મંદિર મસ્જીદ મુદ્દે હિન્દુ-મુસ્લિમો વચ્ચે 1853માં પહેલીવાર કોમી રમખાણો થયા હતા. ત્યારે નિર્મોહી અખાડાએ આ માળખા પર દાવો કરતા કહ્યુ હતુ કે જે સ્થળે મસ્જિદ છે ત્યાં પહેલા એક મંદિર જેને બાબર કાળમાં નષ્ટ કરાયુ હતું. ત્યાર પછી ત્યાં 2 વર્ષ સુધી હિંસા થતી રહી હતી. ફૈઝાબાદ જિલ્લા ગેઝેટ 1905 અનુસાર 1885સુધી હિન્દુ અને મુસલમાન બન્ને એક જ ઈમારતમાં પૂજા અથવા ઈબાદત કરતા હતા.

1992માં બાબરી મસ્જિદ તોડી પડાયા પછી એક કેસ આ જમીનના માલિકી હક્ક અંગે અલ્હાબાદ હાઈકોર્ટમાં નોંધાયો હતો. આ કેસમાં હાઈકોર્ટની ત્રણ સભ્યોની બેંચે 30 સપ્ટેમ્બર 2010ના રોજ2.77 એકરની જમીન પર પોતાનો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદા અનુસાર જમીનનો એક તૃત્યાંશ ભાગ રામ મંદિરને આપવામાં આવે જેનુ પ્રતિનિધિત્વ હિન્દુ મહાસભા કરે, બીજો એક તૃત્યાંશ હિસ્સો સુન્ની વકફ બોર્ડને અને બાકીનો ભાગ નિર્મોહી અખાડાને આપવામાં આવે ત્યાર બાદ 9 મે 2011ના રોજ હિન્દુ અને મુસલમાન પક્ષોએ તેના વિરૂદ્ધ સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી.