અયોધ્યામાં રામ મંદિર બનાવવા આ હિન્દુ નેતાએ તૈયાર કર્યો પ્લાન, ભાજપ માટે ખતરો!

પીએમ નરેન્દ્ર મોદીના એક સમયના મિત્ર અને અત્યાર ધુર વિરોધી મનાતા ડો. પ્રવીણ તોગડિયા દિલ્હીના ઇંદિરા ગાંધી સ્ટેડિયમમાં ૯મી ફેબ્રુઆરીએ મહાસંમેલન યોજ્યુ છે. જેમાં તેઓ તેમની નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરી શકે છે. જેના દ્વારા પાર્ટી લોકસભાની ચૂંટણીમાં ઝુકાવશે. ડો. તોગડિયાએ માદરે વતન ગુજરાતની તથા કર્મભૂમિ ઉત્તર પ્રદેશની તમામ લોકસભા બેઠકો ઉપર ઉમેદવારો ઊભા રાખવાનું
 
અયોધ્યામાં રામ મંદિર બનાવવા આ હિન્દુ નેતાએ તૈયાર કર્યો પ્લાન, ભાજપ માટે ખતરો!

પીએમ નરેન્દ્ર મોદીના એક સમયના મિત્ર અને અત્યાર ધુર વિરોધી મનાતા ડો. પ્રવીણ તોગડિયા દિલ્હીના ઇંદિરા ગાંધી સ્ટેડિયમમાં ૯મી ફેબ્રુઆરીએ મહાસંમેલન યોજ્યુ છે. જેમાં તેઓ તેમની નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરી શકે છે. જેના દ્વારા પાર્ટી લોકસભાની ચૂંટણીમાં ઝુકાવશે. ડો. તોગડિયાએ માદરે વતન ગુજરાતની તથા કર્મભૂમિ ઉત્તર પ્રદેશની તમામ લોકસભા બેઠકો ઉપર ઉમેદવારો ઊભા રાખવાનું નક્કી કરી નાખ્યું છે. પોતે પણ અયોધ્યાની બેઠક પછી ચૂંટણી લડે તેવી શકયતા છે.

સુત્રોના જણાવ્યા મુજબ નવા રાજકીય પક્ષની નોંધણી કયારની થઇ ચૂકી છે અને અત્યારે ચૂંટણી પ્રતીક મેળવવાની કાર્યવાહી ચાલે છે. તેમ ઉલ્લેખી વિહિંપના આ એક સમયના ટોચના નેતાએ જણાવ્યું હતું કે, ‘હમ હી દેંગે અયોધ્યા મેં રામ, કિસાનો કો દામ, યુવાઓ કો કામની વિચારધારા અમારા નવા રાજકીય પક્ષની રહેશે. આ સંદર્ભમાં ૯મીના મહાસંમેલનમાં વિવિધ ઠરાવો પણ થવાના છે.

ગુજરાત-યુપી ઉપરાંત તેમના પક્ષ તામિલનાડુ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ ઉમેદવારો ગોઠવે તેવી શકયતા છે. એમણે કહ્યું ભાજપના ઘણા નેતાઓ મારા સંપર્કમાં છે. તેઓ ખુબ ત્રાસેલા છે. પ્રખર હિંદુવાદી અમારી પાર્ટીમાં આવશે. બીજા ભાજપમાં રહી અમને મદદ કરશે.