બળાત્કારઃ ખેરાલુ પોલીસના હદ વિસ્તારની યુવતિને ગર્ભવતી બનાવી પીંખી દીધી

અટલ સમાચાર, મહેસાણા ખેરાલુ પોલીસના હદ વિસ્તારમાં આવતા ગામમાં રહેતી એક યુવતિને આરોપીએ પિડીતાના ભાઈને મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ તેણીની સાથે દુષ્કર્મ આચરી અશ્લીલ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપતો હતો. જેની ફરિયાદ ખેરાલુ પોલીસ મથકમાં નોંધાવા પામી છે. પોલીસ મથકેથી પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર ખેરાલુ તાલુકાની ચાણસોલ ગામની એક યુવતિને
 
બળાત્કારઃ ખેરાલુ પોલીસના હદ વિસ્તારની યુવતિને ગર્ભવતી બનાવી પીંખી દીધી

અટલ સમાચાર, મહેસાણા

ખેરાલુ પોલીસના હદ વિસ્તારમાં આવતા ગામમાં રહેતી એક યુવતિને આરોપીએ પિડીતાના ભાઈને મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ તેણીની સાથે દુષ્કર્મ આચરી અશ્લીલ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપતો હતો. જેની ફરિયાદ ખેરાલુ પોલીસ મથકમાં નોંધાવા પામી છે.

પોલીસ મથકેથી પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર ખેરાલુ તાલુકાની ચાણસોલ ગામની એક યુવતિને આરોપી પરમાર (રાઠોડ) હિમાન્શુ બીપીનભાઈ રહે.ખેરાલુવાળો એકાદ વર્ષ અગાઉ દુષ્કર્મ પિડીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ માટે આરોપીએ પિડીત યુવતિને ધમકી આપી હતી કે, જો તુ કોઈને કહીશ તો તારા ભાઈને મારી નાખવાની તેમજ અશ્લીલ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી નરાધમે યુવતિની મરજી વિરુદ્ધ તેની અવાર-નવાર દુષ્કર્મ આચરતો રહ્યો.

જોકે, પિડીતાને એક માસ બાવીસ દિવસનો ગર્ભ રહી ગયો હતો. જેને લઈ પીડીતાએ પરિવારજનોને પુરી ઘટનાની માહિતી આપતાં આખરે કુટુંબીજનોની હિમ્મત મળતાં ખેરાલુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ અંગે પોલીસે વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.