ભારતની સાૈથી મોટી RBI બેન્કના ગવર્નરનું રાજીનામું, ઉર્જીત પટેલે સોશ્યલ મિડિયા મારફત પદ છોડ્યુ

રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જીત પટેલે અંગત કારણો દર્શાવી શોશ્યલ મિડીયાના માધ્યમથી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સરકાર અને આરબીઆઈ વચ્ચે અનેક અટકળો ચાલી રહી હતી. અહીં સીધી શંકા એવી છે કે સરકાર સાથે તેમના સંબંધોમાં મતભેદ સર્જાયા હતા. ઉર્જીત પટેલે તેમ પણ જણાવ્યું કે મને ગવર્નરનું પદ મળ્યું તે સન્માનની વાત છે. તેમણે
 
ભારતની સાૈથી મોટી RBI બેન્કના ગવર્નરનું રાજીનામું, ઉર્જીત પટેલે સોશ્યલ મિડિયા મારફત પદ છોડ્યુ

રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જીત પટેલે અંગત કારણો દર્શાવી શોશ્યલ મિડીયાના માધ્યમથી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સરકાર અને આરબીઆઈ વચ્ચે અનેક અટકળો ચાલી રહી હતી. અહીં સીધી શંકા એવી છે કે સરકાર સાથે તેમના સંબંધોમાં મતભેદ સર્જાયા હતા.
ઉર્જીત પટેલે તેમ પણ જણાવ્યું કે મને ગવર્નરનું પદ મળ્યું તે સન્માનની વાત છે. તેમણે ટ્વીટ દ્વારા આગળ કહ્યું લખ્યું હતું કે આરબીઆઈ સ્ટાફ, ઓફિસર્સ અને મેનજમેન્ટના સમર્થન અને સખત મહેનતથી બેન્કે હાલના વર્ષોમાં ઘણી સિદ્ધિઓ મેળવી છે. હું આ પ્રસંગે મારા સાથીઓ અને આરબીઆઈના ડાયરેક્ટર્સ પ્રતિ સન્માન વ્યક્ત કરું છું અને તેમને ભવિષ્યની શુભકામના પાઠવુ છું.
ભારત સરકારે ઓગસ્ટ 2016માં આરબીઆઈના ડેપ્યુટી ગર્વનર ઉર્જિત પટેલને નવા ગવર્નર જાહેર કર્યા હતા. તેઓએ રઘુરામ રાજનનું સ્થાન લીધું હતું. તેમનો કાર્યકાળ 3 વર્ષનો હતો. ઉર્જિત પટેલ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સથી અભ્યાસ કર્યો છે.