આદેશ@RBI: HDFC બેંકની ડિજિટલ સેવાઓ પર રોક લગાવી

અટલ સમાચાર, ડેસ્ક ભારતીય રિઝર્વ બેંક એ પ્રાઇવેટ સેક્ટરની બેંક એચડીએફસીને મોટો આંચકો આપતા બેંકની તમામ ડિજિટલ સેવાઓ પર રોક લગાવી દીધી છે. RBIએ 2 ડિસેમ્બરે આદેશ જાહેર કરી ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ અને પેમેન્ટ યૂટિલિટી સર્વિસ પર રોક લગાવી દીધી છે. આ ઉપરાંત કેન્દ્રીય બેંકે HDFC કસ્ટમરને નવા ક્રેડિટ કાર્ડ ઇસ્યૂ કરવા ઉપર પણ
 
આદેશ@RBI: HDFC બેંકની ડિજિટલ સેવાઓ પર રોક લગાવી

અટલ સમાચાર, ડેસ્ક

ભારતીય રિઝર્વ બેંક એ પ્રાઇવેટ સેક્ટરની બેંક એચડીએફસીને મોટો આંચકો આપતા બેંકની તમામ ડિજિટલ સેવાઓ પર રોક લગાવી દીધી છે. RBIએ 2 ડિસેમ્બરે આદેશ જાહેર કરી ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ અને પેમેન્ટ યૂટિલિટી સર્વિસ પર રોક લગાવી દીધી છે. આ ઉપરાંત કેન્દ્રીય બેંકે HDFC કસ્ટમરને નવા ક્રેડિટ કાર્ડ ઇસ્યૂ કરવા ઉપર પણ રોક લગાવી છે. ગત બે વર્ષમાં એચડીએફસી બેંકના ગ્રાહકોને ડિજિટલ સર્વિસમાં અનેક વાર મુશ્કેલીઓ આવી છે જેના કારણે RBIએ આ પગલું ભર્યું છે.

સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી જાણકારી મુજબ, 2 ડિસેમ્બરે RBIએ આદેશ આપ્યો છે. આદેશમાં આરબીઆઈએ કહ્યું છે કે હાલમાં બેંકનું ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ, પેમેન્ટ યૂટિલિટીઝમાં સતત અડચણી આવી રહી છે. છેલ્લા બે વર્ષથી આ ચાલી રહ્યું છે. હાલની ઘટનામાં 21 નવેમબરે બેંકની ઇન્ટરનેટ સર્વિસ અને પેમેન્ટ સિસ્ટમમાં ગડબડ જોવા મળી હતી. આ ગડબડ પ્રાઇમરી ડેટા સેન્ટરમાં પાવર ફેલ થવાના કારણે થઈ હતી. છેલ્લા બે વર્ષમાં બેંક માટે આ ત્રીજો મોટો આંચકો લાગ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

RBIએ આદેશમાં બેંકને સલાહ આપી છે કે હાલ અસ્થાયી એટલે કે ટેમ્પરરી રીતે ડિજિટલ બિઝનેસથી સંબંધિત તમામ ગતિવિધિઓનું લોન્ચિંગ રોકી દો. HDFC બેંક પોતાની ડિજિટલ 2.0ને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જેમાં અનેક ડિજિટલ ચેનલ લોન્ચ થશે. એવામાં આરબીઆઇનો આ આાદેશ બેંક માટે એક મોટો આંચકો છે. તેની સાથે જ અન્ય તમામ બિઝનેસ જનરેટિંગ આઇટી એપ્લિકેશનને પણ રોકવાના આદેશ આપવામાં આવ્યા છે. તેમાં નવા ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને સોર્સિંગ કરવા ઉપર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.