RCB ફેન ગર્લ બની રાતોરાત ઈન્ટરનેટ સેન્સેશન, જાણો વધુ

અટલ સમાચાર,ડેસ્ક રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર એક એવી ટીમ છે જેના સતત ખરાબ પ્રદર્શન છતાં તેના ફેન્સની દીવાનગીમાં કોઈ કમી જોવા મળતી નથી. સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યા બાદ આઈપીએલ 2019માં પોતાની સફર પૂર્ણ કરનાર આ ટીમ ફરી એકવાર ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર આ RCB ગર્લે લાલ રંગનું ટૉપ પિસ પહેર્યું હતું અને મેચ દરમિયાન જ્યારે
 
RCB ફેન ગર્લ બની રાતોરાત ઈન્ટરનેટ સેન્સેશન, જાણો વધુ

અટલ સમાચાર,ડેસ્ક

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર એક એવી ટીમ છે જેના સતત ખરાબ પ્રદર્શન છતાં તેના ફેન્સની દીવાનગીમાં કોઈ કમી જોવા મળતી નથી. સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યા બાદ આઈપીએલ 2019માં પોતાની સફર પૂર્ણ કરનાર આ ટીમ ફરી એકવાર ચર્ચામાં આવી છે.

સોશિયલ મીડિયા પર આ RCB ગર્લે લાલ રંગનું ટૉપ પિસ પહેર્યું હતું અને મેચ દરમિયાન જ્યારે પણ કેમેરો તેની તરફ જતો તે આનંદ ઉઠાવતી જોવા મળી હતી. ત્યારથી જ આ છોકરી વીડિયો દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. આ ટીમને કારણે એક છોકરી રાતોરાત ચર્ચાનો વિષય બની ગઈ છે. છોકરીનું નામ દીપિકા ઘોષ છે.

દીપિકા માટે ફેન્સમાં દિવાનગી એ હદે વધી છે કે રાતોરાત તેના ફોલોઅર્સ 2 લાખ 70 હજાર સુધી વધી ગયા. જ્યારે લોકોમાં આ છોકરી વિશે જાણવાની ઉત્સુકતા વધી તો દીપિકા ઘોષ નામે કેટલાંય ડમી અકાઉન્ટ પણ બનવા લાગ્યાં. બાદમાં આના પર લગામ લગાવવા માટે ખુદ દીપિકાએ આગળ આવવું પડ્યું અને અપીલ કરતા કહ્યું કે કૃપિયા મારા નામના કોઈ ફેક અકાઉન્ટને ફોલો કે સ્વીકાર ન કરો.