પ્રતિક્રિયા: BJPની સભામાં Dy.CM પર ચપ્પલ ફેંકાયું તેમાં કોંગ્રેસ ક્યાંથી આવે ? જયરાજસિંહ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે હાલ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે. આ દરમ્યાન આજે નાયબ મુખ્યમંત્રી ઉપર કરજણમાં ચપ્પલ ફેંકવામાં આવ્યુ હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. આ તરફ કોંગ્રેસે જણાવ્યુ હતુ કે, પક્ષપલટુ અને ગદ્દાર સામેનો રોષ અન્ય જગ્યાએ ખોટી રીતે વ્યક્ત થયો છે. ભાજપની સભામાં
 
પ્રતિક્રિયા: BJPની સભામાં Dy.CM પર ચપ્પલ ફેંકાયું તેમાં કોંગ્રેસ ક્યાંથી આવે ? જયરાજસિંહ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે હાલ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે. આ દરમ્યાન આજે નાયબ મુખ્યમંત્રી ઉપર કરજણમાં ચપ્પલ ફેંકવામાં આવ્યુ હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. આ તરફ કોંગ્રેસે જણાવ્યુ હતુ કે, પક્ષપલટુ અને ગદ્દાર સામેનો રોષ અન્ય જગ્યાએ ખોટી રીતે વ્યક્ત થયો છે. ભાજપની સભામાં નાયબ મુખ્યમંત્રી ઉપર ચપ્પલ ફેંકાય તો એમાં કોંગ્રેસ ક્યાંથી આવે તેવો સવાલ જયરાજસિંહે કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કરજણમાં આજે ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર કોઇ ઇસમે ચપ્પલ ફેંક્યુ હતુ. પોલીસે જણાવ્યું કે, ફૂટેજના આધારે આરોપીની શોધખોળ કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા નાયબ મુખ્યમંત્રી પર ફેંકાયેલા ચપ્પલની ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી. કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે ઘટનાને વખોડતાં કહ્યું, જનતામાં રોષ છે પણ તેને વ્યક્ત કરવાની આ રીત નિંદનીય છે. ભાજપની સભામાં ચપ્પલ ફેંકાય તેમાં કોંગ્રેસ ક્યાંથી આવે. પક્ષપલટુ અને ગદ્દાર સામેનો રોષ અન્ય જગ્યાએ ખોટી રીતે વ્યક્ત થયો.

જયરાજસિંહ પરમારે ઉમેર્યુ હતુ કે, રાહુલ ગાંધી પર પથ્થર અને મનમોહન સિંહ પર જૂત્તુ ફેંકાયું ત્યારે ભાજપે ઘટનાને વખોડવાની જરૂર હતી. કોઈપણ ઘટનાનો દોષ કોંગ્રેસ અને વિપક્ષને આપવાની નીતિ ભાજપે બદલવી જોઈએ. લોકશાહીમાં પોતાનો રોષ વ્યક્ત કરવાની આ પદ્ધતિ બિલકુલ વ્યાજબી નથી અને ચલાવી પણ ના લેવાય. પરંતુ ભાજપના નેતાઓ કોંગ્રેસ પર કેમ દોષનો ટોપલો ઢોળે છે એ સમજાતું નથી. નીતિનભાઈ જાહેર જીવનના સંનિષ્ઠ રાજપુરૂષ છે પરંતુ એ કોંગ્રેસની સભામાં આવ્યા નહોતા. સભા સ્થળ ભાજપનું, મંડપ ભાજપનો, નેતાઓ ભાજપના, કાર્યકર્તાઓ ભાજપના, ત્યાં હાજર ભીડ ભાજપ સમર્થક હોય ત્યાં કોંગ્રેસનો કાર્યકર્તા શું કામ જાય ? આવી સાદી સમજણ પણ પડતી નથી ? કોઈ પણ ઘટના બને ત્યારે કોંગ્રેસ પર દોષારોપણ સિવાય કઈ સુજતુ નથી. ભાજપને સમજણ પડવી જોઈએ કે, પ્રજા અને ભાજપના કાર્યકરને માથે તમે પક્ષપલ્ટુ ઉમેદવાર માથે ઠોક્યા છે. એનો રોષ જનતા અને ભાજપના કાર્યકર્તાઓમાં છે જે એમના જ સભા સ્થળે વ્યક્ત કરી રહ્યા છે અને દોષ વિપક્ષને આપે છે.