વાસ્તુ વિજ્ઞાન: મીઠાંનાં આ સરળ ઉપાયો સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો કરશે

અટલ સમાચાર, ડેસ્ક મીઠાનો ઉપયોગ જે રીતે આહારને સ્વાદિષ્ટ બનાવે છે તે જ રીતે મીઠું આપના જીવનને પણ મઝેદાર બનાવી શકે છે. આવું વાસ્તુ વિજ્ઞાનનો મત છે. વાસ્તુ વિજ્ઞાન પ્રમાણે, મીંઠામાં ગજબની શક્તિ હોય છે. જેનાથી તમારા ઘરમાં સકારત્મક ઉર્જાથી ભરી દે છે તેની સાથે ઘરમાં સુખ, શાંતિ સમુદ્ઘિ પણ વધારવાનું કામ કરે છે. મીઠાનાં
 
વાસ્તુ વિજ્ઞાન: મીઠાંનાં આ સરળ ઉપાયો સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો કરશે

અટલ સમાચાર, ડેસ્ક

મીઠાનો ઉપયોગ જે રીતે આહારને સ્વાદિષ્ટ બનાવે છે તે જ રીતે મીઠું આપના જીવનને પણ મઝેદાર બનાવી શકે છે. આવું વાસ્તુ વિજ્ઞાનનો મત છે. વાસ્તુ વિજ્ઞાન પ્રમાણે, મીંઠામાં ગજબની શક્તિ હોય છે. જેનાથી તમારા ઘરમાં સકારત્મક ઉર્જાથી ભરી દે છે તેની સાથે ઘરમાં સુખ, શાંતિ સમુદ્ઘિ પણ વધારવાનું કામ કરે છે. મીઠાનાં ઉપાયથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તો આજે આપણે જાણીએ તેના વિવિધ પ્રકારનાં ઉપાયો.

મીઠાંનો પ્રયોગ કરીને નકારાત્મક ઉર્જાને નષ્ટ કરી શકાય છે. તેનો ઉપયોગ નજર ઉતારવા માટે પણ કરવામાં આવે છે. પરિવારનાં કોઇપણ સભ્યોને નજર લાગતા એક ચપટી મીઠું તેમના પરથી ત્રણ વાર ઉતાર્યા પછી બહાર ફેંકી અથવા પાણીમાં વહાવી દો. આવું કરવાથી નજર દોષ સમાપ્ત થઈ જાય છે. વાસ્તુદોષને ખતમ કરવા માટે કાંચની વાડકીમાં મીઠું નાખીને શૌચલય અને સ્નાન ઘરમાં મુકો. મીઠું અને કાંચ રાહુની વાસ્તુઓ હોવાને કારણે તે નકારાત્મક પ્રભાવ સમાપ્ત કરે છે. રાહુની નેગેટિવ એનર્જી અને જીવાણુઓનો પણ સૂચક માનવામાં આવે છે. આ ઘરના સુખ, ધન અને સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાંચના પાત્રમાં મીઠું નાખીને ઘરના કોઈપણ ખૂણામાં મુકી દો. આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. રાહુ, કેતુની દશા કે મનમાં ખરાબ વિચાર અને ભય ઉત્પન્ન થતા આ ઉપાય લાભકારી સિદ્ધ થાય છે. આખા મીઠાને લાલ રંગના વસ્ત્રમાં બાંધીને પોટલી બનાવીને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવવાથી ખરાબ શક્તિઓ ઘરમાં પ્રવેશ કરી શકતી નથી.વેપારમાં પ્રગતિ માટે કાર્યસ્થળના મુખ્ય દ્વાર પર અને લોકરની ઉપર પોટલી લટકાવવાથી લાભ થાય છે. રાત પહેલા પાણીમાં ચપટી મીઠુ મિક્સ કરીને હાથ પગ ધોવાથી ચિંતાઓથી છૂટકારો મળે છે અને સારી ઉંઘ આવે છે. રાહુ અને કેતુના અમંગળ પ્રભાવ પણ નષ્ટ થાય છે. અઠવાડિયામાં એક વાર મીઠુ મિક્સ કરેલ પાણીથી બાળકોને સ્નાન કરવાથી નજર દોષ અને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ ઓછી થાય છે.