આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, કાંકરેજ, સુઇગામ (રામજી રાયગોર, દશરથ ઠાકોર)

કાંકરેજ પંથકમાં ઠાકોરસેનાના હોદ્દેદારો બદલાતા નારાજગી ઉભી થઇ છે. તાલુકા પ્રમુખે મેસેજ કરતા ઠાકોરસેનાના હોદ્દેદારો નારાજ બની ગયા હતા. આથી ગણતરીના દિવસોમાં રાતોરાત પ્રમુખને ઘરભેગા કરી દીધા છે. જેથી હોદ્દા પરથી દૂર થયેલા કાંકરેજ તાલુકા પ્રમુખે વિડીયો બનાવી સંગઠનના હોદ્દેદારોએ ગદ્દારી કર્યાના આક્ષેપ કર્યા છે. જેનાથી ઠાકોરસેના પ્રમુખ અલ્પેશ ચુંટણી લડે તે પહેલા સંગઠનમાં ધમાસાણ મચી ગયુ છે.

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના ઠાકોરસેના પ્રમુખ તેમજ થરા શહેર પ્રમુખને બદલી દેવામાં આવ્યા છે. રાતોરાત નિર્ણય લઇ સ્થાનિક આગેવાનોના અભિપ્રાય લીધા વિના ઘરભેગા કર્યા હોવાનું જણાવી કાંકરેજ તાલુકા ઠાકોરસેનાના પુર્વ પ્રમુખ દિનેશ ઠાકોરે નારાજગી વ્યકત કરી છે. સમગ્ર વાતનો વિડીયો બનાવી ઠાકોર સમાજ અને સંગઠનમાં બધાને ચેતી જવા કહી અમારી સાથેની ગદ્દારી તમારી સાથે પણ થઇ શકે તેવી ટિપ્પણી કરતા મામલો ગરમાયો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગત દિવસોએ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ કર્યો છે. જેથી દિનેશ ઠાકોરે અલ્પેશના પાર્ટી પરીવર્તન સામે ઠાકોરસેના સંગઠનમાં ફેરફાર કરવા મેસેજ કર્યો હતો. જેના વિવિધ અર્થઘટનને પગલે સંગઠને વિશ્વાસમાં લીધા વિના દૂર કર્યાનું કારણ દિનેશ ઠાકોરે આપ્યું છે. બનાસકાંઠાના કાંકરેજ અને થરા ઠાકોરસેના સંગઠનમાં થયેલા ફેરફારની અસર રાધનપુર સુધી થઇ શકે તેવી સંભાવના સામે અનેક સવાલો ઉભા થયા છે.

અલ્પેશના ભાજપમાં ગયા બાદ સંગઠનમાં અનેક ફેરફાર થઇ ચુક્યા

અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ છોડી તે પહેલા પણ અનેક હોદ્દેદારો અલ્પેશથી નારાજ થઇ ઠાકોરસેના છોડી ચુક્યા છે. આ સાથે અલ્પેશને અને તેના નજીકના આગેવાનોને સંગઠનના જે હોદ્દેદારો સાથે તાલમેલ ન હતો તેવા તમામને તબક્કાવાર દૂર કર્યા છે. જેમાં અગાઉના અનેક આગેવાનો બળાપો કાઢી ચુક્યા છે. જોકે, સંગઠનમાં વારંવાર પરિવર્તન છતાં અલ્પેશને રાજકીય નુકશાન નહિ હોવાની એક દલીલ છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code