રેસિપી: સાદી અને સરળ રીતે બનાવો નારિયળની બરફી

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર) નારિયળની બરફી તો બધાએ બજારમાંથી તહેવારોના દિવસે કે, લગન પ્રસંગમાં ખાદી હશે તેના જેવી જ આજે આપણા સાદી અને સરળ રીતે નારિયળની બરફી બનાવીશું તો બજાર જેવી નારિયળની બરફી કેવી રીતે બનાવાય એ આપણે આજે જાણીશું. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો સામગ્રી:- 3 કપ તાજુ નારિયળનું છીણ,
 
રેસિપી: સાદી અને સરળ રીતે બનાવો નારિયળની બરફી

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર)

નારિયળની બરફી તો બધાએ બજારમાંથી તહેવારોના દિવસે કે, લગન પ્રસંગમાં ખાદી હશે તેના જેવી જ આજે આપણા સાદી અને સરળ રીતે નારિયળની બરફી બનાવીશું તો બજાર જેવી નારિયળની બરફી કેવી રીતે બનાવાય એ આપણે આજે જાણીશું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સામગ્રી:-

3 કપ તાજુ નારિયળનું છીણ, 1/2 ખાંડ, 1 ચમચી ઈલાયચી પાવડર, 400 ગ્રામ દૂધ, 1 કપ બદામ કતરેલા ,5 ટી સ્પૂન ઘી

રીત :-

સૌપ્રથમ પહેલા એક મોટા પેનને ગરમ કરો અને ત્યારબાદ તેમા છીણેલુ નારિયળ, દૂધ અને ખાંડ મિક્સ કરો. તેને ત્યા સુધી હલાવતા રહો જ્યા સુધી દૂધ અડધુ ન રહી જાય કે પછી થોડુ પણ ઘટ્ટ ન થાય. ત્યારબાદ તેમા ઘી નાખો અને ત્યા સુધી થવા દો જ્યા સુધી ઘી છુટ્ટુ ન પડે. ત્યારબાદ તેમા ઈલાયચી પાવડર નાખો અને મિક્સ કરીને ગેસ ફ્લેમ બંધ કરી દો. ત્યારબાદ એક થાળી લો અને તેમા બધી સામગ્રી નાખીને તેના પર કતરેલા બદામ ભભરાવો. જ્યારે નારિયળની બરફી ઠંડી થઈ જાય ત્યારે તમારા મનપસંદ આકારમાં કાપી લો અને મિક્સ કરો કે પછી ડબ્બામાં પેક કરીને મુકી દો. તૈયાર છે તમારી નારિયેળ બરફી.